ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં લોકોની સુવિધાઓમાં વધારો થાય અને લોકોની સમસ્યાઓની નિરાકરણ લાવવા 1 કરોડ 9 લાખના 3 રસ્તાઓનું ખાતમૂહર્ત ગામના વડીલશ્રીઓ દ્વારા કરવામાં આવતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામમાં વર્ષો જૂની રસ્તાની સમસ્યા હતી જે રસ્તાઓ મંજૂર થતા કામમાં આગેવાનો સાથે મળીને રસ્તાનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતી.આ પ્રસંગે આદિવાસી એ.ધરમપુર પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા અને વિજયભાઈ અટારા દ્વારા પાનખેડા, પીપલનેર, મહારાષ્ટ્ર ખાતે યોજાનાર 13/14/15 જાન્યુઆરી 2025 આદિવાસી સાસ્કૃતિક એકતા મહાસંમેલનનું ગામલોકો ને આમંત્રણ આપવામાં આવ્યું.

આ ઉપરાંત ગામના ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ ભાઇ,માજી સરપંચ શ્રી નવીનભાઈ પવાર, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ઉમેદ પટેલ, મહેન્દ્ર પટેલ, સુનિલ પટેલ, મગન પટેલ, જયેશ પટેલ, નયન પટેલ, માજી સભ્ય શ્રી અરવિંદ પટેલ,પરસોત પટેલ, ગામના આગેવાન સુરેશ પટેલ, ગામના આગેવાન અને વડીલ શ્રી ભગુભાઈ, ધીરુભાઈ,મુકેશભાઈ, લાલા ભાઇ,અને ગામના યુવામિત્રો હાજર રહ્યા હતા.