વાંસદા: વાંસદા તાલુકાના પાલગભાણ ગામના આઈઆઈએમ પોસ્ટ ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં અભ્યાસ કરનાર 29 વર્ષીય વિદ્યાર્થી નિલય પટેલનું હોસ્ટેલમાં 29 મી બર્થડેની ઉજવણી દરમિયાન મૃત્યુ થયાની ઘટનાથી સમગ્ર પંથકમાં ગમગીનનું વાતાવરણ પ્રસરી ગયુ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નિલયનો મૃતદેહને બેંગ્લોરથી મૃતકના મામાના ઘરે કંડોલપાડા સવારે 6:30 કલાકે લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ હિબકે ચઢયું હતું. ત્યાથી તેના મૂળ વતન પાલગભાણ ખાતે અર્થી લઈ જઈ બે મિનિટ માટે તેમના ઘરે મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ તેની સ્મશાન યાત્રા અનાવલ શુક્લેશ્વર ત્રિવેણી સંગમ ખાતે પહોંચી જ્યાં નિલય ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નિલય ઉંમર વર્ષ 29 બેંગ્લોરમાં આઈઆઈએમમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. મિત્રો સાથે તેણે 29 મી બર્થ ડેની ઉજવણી પણ કરી હતી ને સવારે જ તેની સાથે અઘટિત ઘટના ઘટી હતી. સવારે નિલય હોસ્ટેલ ના કેમ્પસમાં બેભાન અવસ્થામાં મળી આવતા ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડની નજર પડી હતી. તે હલન ચલન કરતો ન હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર માટે પ્રયાસ કરાયા હતા પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ વાતની જાણ પરિવારજનોને કરાતા તેઓ શોકગ્રસ્ત બન્યા હતા. પિતા સહિત સબંધીઓ ઘટનાની જાણ થતાં જ બેંગ્લોર પહોંચ્યા હતા અને દીકરાના મૃતદેહનો કબજો લીધો તેની સાથે શું ઘટના બની તે હજુ જાણી શકાયું નથી.

