કપરાડા: માટી ખનનનું રેકેટ ધીમે ધીમે વિકરાળ બની રહ્યું છે ત્યારે કપરાડાના બાલચોડી મંદિરફળિયા નજીક આવેલી 395 સર્વે નબર વાળી જમીનમાં માટી ખનન કરી રહેલ માફિયાને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ધરમપુર દ્વારા મંગળવારની સવારે અટકાયત કરી લેવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના મામલતદાર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધરમપુર દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં બાલચોંઢી નજીક સર્વે નંબર 395વાળી ગીતાબેન ચતુરભાઇની માલિકીની ‘H જમીનમાં કોઈપણ અધિકારીની
પરવાનગી વગર ગેરકાયદે માટી ખનન કરી રહેલા માફિયાઓને રંગે હાથે ઝડપી લીધા હતા. સ્થળ પરથી ત્રણ ટ્રક અને જેસીબી કબ્જે લીધા હતા. કબ્જે કરાયેલા સાધનો નાનાપોંઢા પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા છે.

કબ્જે કરાયેલા સાધનો અને માટી મળીને અંદાજિત 63 લાખ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધરમપુર પ્રાંત દ્વારા આટલી મોટી માટી ચોરી ઝડપી પાડી અને ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. કપરાડા તાલુકામાં મોટાપાયે માટેી ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમ છતાં સબંધિત વિભાગ આંખ આડા કાન કરતું હોય એવું લાગી રહ્યું છે.