આહવા: આહવા તાલુકાના વાડિયાવન ગામમાં તા. 04/01/2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ ઈકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશનને લઈને ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાનડાંગ સમિતિ દ્વારા એક જનજાગૃતિ મીટિંગનું આયોજન કરવામાંઆવ્યુ હતું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ મીટિંગમાં સામાજિક કાર્યકરો અને એડવોકેટોદ્વારા ગ્રામજનોને આ નોટિફિકેશનની વિગતો અનેતેની સંભવિતઅસરો વિશે જાણકારી આપવામાં આવી હતી. ગ્રામજનોનું કહેવુંછે કે, ડાંગ જિલ્લાના 42 ગામોને આ ઝોનમાં સામેલ કરવાનોનીર્ણય લેવામાં આવ્યો છે, જેમાંના ઘણા ગામો અભ્યારણ્યવિસ્તારથી દૂર છે.આ નિર્ણયથી ગ્રામજનોની રોજીરોટી અનેજીવનશૈલી પર પ્રતિકૂળ અસર પડી શકે છે. ગ્રામજનોએમીટિંગમાં આ નોટિફિકેશનને લઈને અનેક ચિંતાઓ વ્યક્ત કરીહતી. તેમનું કહેવું છે કે, આ નિર્ણયથી તેમના વન અધિકારો હેઠળ મળેલા હક્કો પર અંકુશ આવી શકે છે. ઉપરાંત,નોટિફિકેશનમાં સ્પષ્ટતાનો અભાવ છે.
જેમ કે, ઈકો સેન્સિટિવઝોનની બાઉન્ડ્રી ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે તેનીસ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત, નોટિફિકેશનફક્ત અંગ્રેજી અને હિન્દી ભાષામાં જાહેર કરવામાં આવ્યું છે, જેનાકારણે ગ્રામજનો તેને સમજી શકતા નથી. ગ્રામજનોએ સરકારપાસે માંગ કરી છે કે, આ નોટિફિકેશન અંગે ગામની ગ્રામસભામાંવિગતવાર ચર્ચા કરવામાં આવે અને રેવન્યુ અને જંગલ ખાતાનાઅધિકારીઓ હાજર રહી ગ્રામજનોના પ્રશ્નોના જવાબ આપે.ગ્રામજનોના અભિપ્રાય લીધા બાદ જ આ નોટિફિકેશન લાગુ કરવામાં આવે.