ખેરગામ: તાલુકાના તોરણવેરા ગામે મહિન્દ્રા પીકપના ચાલકે ટક્કર મારતા ગામના જ 35 વર્ષીય યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ ગાડીના ચાલક સામે ફરિયાદ આપતા ખેરગામ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ખેરગામ તાલુકાના તોરણવેરામાં કુંવર ફળિયામાં રહેતા અરવિંદભાઈ જવડીયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તોરણવેરા ચોકડીથી પાટી જતા મુખ્ય માર્ગ પર કુંવર ફળિયા જશુભાઈના ઘરની આગળ બોલેરો પીકઅપ (નં. જીજે-21- ટી-6504)ના ચાલકે પોતાના વાહન ગફલતભરી રીતે હંકારી લાવી અરવિંદભાઈના નાનાભાઈ રતિલાલભાઈ જવડીયા (ઉ.વ. 35)ને પાછળથી ટક્કર મારી હતી.
જેને પગલે રતિલાલ રોડની બાજુએ ફંગોળાયા હતા. તેમને માથના આગળ અને પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમનું ગંભીર ઇજાને પગલે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની ફરિયાદને પગલે પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવની તપાસ પીએસઆઇ એમ.બી. ગામીતે હાથ ધરી હતી.

