સુરત: સુરતમાં પરિણીત મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતા મહિલા ગંડંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. સુરત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ઘટના મૂળ મહારાષ્ટ્રના લોનખેડામાં સાહદાના મલોની ગામમાં ઘટના બની હતી.ઘરની બહાર નશો કરતા યુવકોને ઠપકો આપ્યો હતો. જેથી અંગત અદાવત રાખી વિધર્મી પાડોશીએ 29 ડિસેમ્બરના રોજ ચપ્પા વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવતીના શરીર પર ચપ્પાના ઘા મારી મહિલાને લોહીલુહાણ કરી દીધી હતી. જેથી યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી.
દિપાલી ચિત્તે નામની મહિલા મલોની ગામમાં પિયરમાં આવી હતી. દિપાલી ઉપર પડોશી યુવકે હુમલો કર્યો છે. હુમલાખોરોએ પેટ અને પાંસડીમાં ચપ્પુ મારતા મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘર બહાર નશીલા પદાર્થનું સેવન કરતા યુવકોને ઠપકો આપ્યો હતો. મૃતકના પરિવારની મહિલાઓને ઠપકો આપતા વાત ઝગડા સુધી પહોંચી હતી.