સુરત: ઉમરપાડા થી કેવડી જતા માર્ગ પર રોજના હજારો લોકો મુસાફરી કરી રહ્યા છે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓ શાળાના કોલેજના બાળકો ઉમરપાડા જવા માટે આજ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે,  લગભગ આ કામ એક વર્ષથી થઈ રહ્યું છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ કેવડી ગામ પાસે પુલકાનું કામ પૂર્ણ કર્યું હોય એવા દાવા કરી રહ્યું છે. વહીવટી તંત્ર પરંતુ આ પુલકા પર એક સાઇટ આર.સી.સી કરેલું છે અને એક સાઈડ આરસીસી બાકી છે જેમાં સળિયા રોડની સાઈડ કાઢવામાં આવ્યા ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રાહદારીઓનો જીવ પણ જયશકે છે, એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આજ રસ્તા પર ગોપાલિયા ગામ વણાંક પાસે ખોદકામ કરેલું છે જે અંદાજિત 15 ફૂટ ઊંડું ખોદકામ છે ત્યાં રોડ પર ખાલી સિમેન્ટની થેલીઓમાં માટી ભરીને મૂકી દેવામાં આવી છે ત્યાં પણ સરકારના નિયમ અનુસાર રાહદારીઓ માટે કોઈપણ જાતની ગાઇડલાઇન મૂકવામાં નથી ઉમરપાડા થી કેવડી રોડ અકસ્માતનું કેન્દ્ર બન્યો ખૂબ મોટા સવાલો થઈ રહ્યા છે. રાહદારીઓનો અકસ્માત થાય તો વહીવટીતંત્ર જવાબદાર રહેશે કે પછી એજન્સી..??