કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડાની નાનાપોંઢાની શાળાના શિક્ષકની કામગીરીની નોંધ વિશ્વ કક્ષા સુધી પહોંચી છે. કપરાડાની શાળાના ‘અમે યોદ્ધા પ્રકૃતિના અમે ભવિષ્યના ઘડવૈયા ઈનોવેશન’ની વિશ્વક્ષા સુધી પહોંચ્યું છે.પ્લાસ્ટિક મુક્ત મારી શાળા અભિયાન માટે નાનાપોંઢાના શિક્ષકને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડથી સન્માનિત કરાયા છે.
Decision news ને મળેલી જાણકારી મુજબ પર્યાવરણ બચાવો’ આ થીમને આધારે પ્લાસ્ટિક મુક્ત મારી શાળા ‘અંતર્ગત પ્લાસ્ટિકની બોટલ એકત્ર કરવી, પ્લાસ્ટિકના રેપરમાં ભરાયેલો નાસ્તો નખાવો, તેમજ વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો પ્લાસ્ટિકના ઝભલાને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવો સહિતની બાબતોને લઈને અભિયાન ચલાવી કપરાડા તાલુકાની નાનાપોંઢા પ્રાથમિક શાળાના બાળકોની મહેનત રંગ લાવી અને સફળ થવા બદલ વિશ્વ ખાતે વર્લ્ડવાઈડ રેકોર્ડ બુક્માં નોંધ લેવામાં આવ્યા બાદ સન્માનિત મેડલ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લા માટે ગૌરવની બાબત છે.પર્યાવરણ બચાવવાના પ્રયત્નોમાં શાળાના શાળાના શિક્ષક સ્નેહલ પટેલ દ્વારા છેલ્લા ૩ વર્ષથી શાળાના બાળકના જન્મ દિને તેમજ ગામના યુવા મિત્રો ની જન્મ દિન હોઈ કે કોઈ દિ શુભ પ્રસંગ હોઈ અથવા કોઈ પણ કાર્યક્રમમાં મહેમાનોને છોડ ગિફ્ટ આપવામાં આવે છે અને અમે યોદ્ધા પ્રકૃતિના અમે ભવિષ્યના સુ ઘડવૈયા ઈનોવેશન દ્વારા બાળકોને પર્યવારણના યોદ્ધા બનવાના પ્રયત્નો થઇ રહ્યા છે.