નવસારી: માતાએ SP ને કરેલી રજુવાત પ્રમાણે અમારા દીકરા યસકુમાર અજીતભાઈ પટેલ અને જેનીલ કુમાર સુભાષભાઈ પટેલ લગભગ 25 દીવસથી વધુ સુધી હોસ્પિટલમા રહ્યા હાથ પગ તૂટી ગયા અને માથામાં ગંભીર ઈજાઓ થઈ, મલ્ટિપલ ફેક્ચરો થયા, ડોક્ટરોએ પણ સર્ટિફિકેટો અપાયા છતાં પણ રાજકીય ભલામણોના કારણે આરોપીઓ પર યોગ્ય કલમ ન લગાવી આરોપીઓને છાવરવાનો પ્રયત્ન બીલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી.નકુમ અને એમની ટીમે કર્યો છે.
આરોપીઓના ગુનાહિત જૂના રેકોર્ડ હોવા છતાં એમને છુટા દોર આપવાનો પ્રયત્ન કરી જે નાની કલમો હોય તે લગાવી આરોપીઓ જેલમાંથી જલ્દી છૂટી શકે એવી કલમો લગાવી એમનો સપોર્ટ કરી રહ્યા છે આરોપીઓ જેલમાંથી પણ બાદલ દ્વારા કે જે આ મારામારીનો માસ્ટર માઇન્ડ છે કે જે હાલમાં જેલની બહાર છે જેના દ્વારા પણ ધમકી મોકલાવી છે અને હાલમાં આરોપીઓને જામીન મળી ગયા બાદ પણ અવાર નવાર તમને છોડીશું નહીં તમને તો પતાવી દઈશું જેવી ધમકીઓ આપી રહ્યા છે. આવા ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓને છૂટો દોર મળશે તો ભવિષ્યમાં અમારા દીકરાઓ સુરક્ષિત રહી શકે એમ નથી અમે અગાઉ અનેક રાજકીય અને સામાજિક આગેવાનોનો સંપર્ક કરી રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એમાં નિષ્ફળતા મળી હતી અમારી પાસે માત્રને માત્ર પોલીસનો સહારો છે જો પોલીસ ની કામગીરી પણ નબળી રહેશે કે કોઈના દાબ દબાણમાં આવીને કામગીરી કરશે તો અમારા વિસ્તારના હજારો બાળકોના ભવિષ્ય જોખમમાં હશે જેથી આજરોજ અમે અમારા ગ્રામજનો સાથે આપ સાહેબને ફરિયાદ સહ વિનંતી લઈને આવ્યા છે કે અમને સુરક્ષા મળે અમારા વિસ્તારમાં શાંતિ સ્થપાય એ માટે આરોપીઓ પર કડક પગલાં લઈ હત્યા કરવાની કોશિશની કલમનો ઉમેરો કરી એમને કડક શિક્ષા થાય એવી અમારી માંગણી છે.
ચીખલી પોલીસ સ્ટેશનમાં ગત 22/12/2020 ના રોજ FIR નંબર 11822009241 થી એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીને માથામાં માત્ર નાનકડો ઘા થતા અને આ ફરિયાદી હોસ્પિટલમાં દાખલ પણ ના થયો હતો તેમ છતાં આરોપીઓ પર 326 ની કલમ લગાવેલ હતી જ્યારે અમારા દીકરાઓ મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા અને ICU માં રહ્યા મલ્ટિપલ ફેક્ચરો થયા મેડિકલ સર્ટિફિકેટમાં પણ જણાવવામાં આવ્યું કે ક્રિટિકલ કન્ડીશન હોવાનું જણાવ્યું હોવા છતાં પણ હત્યાની કોશિશની કલમ લગાવવામાં નથી આવી તો આ બે ફરિયાદ વચ્ચેનું અંતર પોલીસની ક્યાંકને ક્યાંક નબળી કામગીરીનું અથવા પોલીસ કાયદાઓનું પાલન થતું દેખાતું નથી અને પોલીસના બેવડા ધોરણનો નજર આવે છે ત્યારે અમે પોલીસ પાસે મજબૂત કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ અને અમારા વિસ્તારમાં શાંતિ સ્થપાય એવા પ્રયત્નો પોલીસ દ્વારા થાય એવી આશા રાખીએ છીએ. સાથે જ સાહેબશ્રી પાસેથી અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.

