વાંસદા: વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ યુવા સમિતિ દ્વારા યુવા સંવાદનો કાર્યક્રમ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો. યુવા કોંગ્રેસ વાંસદા દ્વારા અનંત પટેલની આગેવાનીમાં યુવા સંવાદ કાર્યક્રમ ચારણવાડા ખાતે હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના યુવાનોને રોજગારીની તાતી જરૂરીયાત છે, યુવાનોને વાંચનાલય જરૂરિયાત છે, યુવાનોને ટેક્નિકલ અભ્યાસની જરૂરિયાત છે, યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માર્ગદર્શનની જરૂરિયાત છે પરંતુ આ સરકાર યુવાનોની રોજગારી અને શિક્ષણની ભૂખ સંતોષી શકે એમ નથી. વાંસદા તાલુકાના દરેક ગામડાઓમાં યુવા કોંગ્રેસની ટીમ બનાવવી જરૂરી છે, યુવાનોને જ્યારે પણ અનંત પટેલનું જરૂર પડશે ત્યારે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા યુવાનો સાથે આંદોલન કરીશું
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજ ગાંવિતે જણાવ્યું કે યુવા કોંગ્રેસ જે સામાન્ય લોકો અવાજ નથી ઉઠાવી શકતા તેમનો અવાજ બનશે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી ઈલ્યાસભાઈ ઉપપ્રમુખ જીતેશભાઈ, મહામંત્રી મિલીન જાદવ, સાવન પટેલ, મયુર પટેલ તેમજ યુવા સરપંચો ગણેશ બીરારી, જયંતી બીરારી, અંકુરભાઇ, પ્રભુભાઈ, લાલુભાઈ ભાયકુભાઈ વગેરે લોકોએ હાજરી આપી હતી











