ધરમપુર: મહારાષ્ટ્રના પિપલનેરના પાનખેડામાં યોજાઈ રહેલા આદિવાસી એકતા પરિસદના 32માં રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને મહિલાઓ દ્વારા આદિવાસી લોકોમાં વર્તમાન સમયમાં મહિલાઓની સ્થિતિને લઈને જનસંદેશ ફેલાવા યાત્રા શરુ કરવામાં આવી છે જે યાત્રા ધરમપુર ખાતે આવતાં આદિવાસી સમાજ દ્વારા તેમનું ભાવપૂર્ણ સ્વાગત કરાયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ 13-14-15 જાન્યુઆરી 2025 નુ આદિવાસી એકતા પરિસદ નુ 32 મુ રાષ્ટ્રિય સાંસ્કૃતિક કાર્યક્રમ મહારાષ્ટ્રમાં પિપલનેરના પાનખેડામાં થઈ રહ્યો છે તે અંર્તગત પ્રચાર પ્રસાર માટે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન સેલવાસ મધ્યપ્રદેશ ની વિરાંગના ઓ પોતાનું ઘરબાર એકબાજુ મૂકી સમાજ ની બહેનો અને બાળકો ના ભવિષ્ય માટે મહિલા અને બાલ સન્માન યાત્રા નો પ્રારંભ થઇ ચુક્યો છે. સતત અગિયાર દિવસ બહેનો યાત્રામાં જોડાઇને આપણા સમાજને સંદેશો આપતા આપતા યાત્રા આગળ વધશે.
આદિવાસી સમાજની બહેનો અને બાળકોના સન્માન માટે આ યાત્રા યોજાઈ છે ત્યારે તેઓ ધરમપુરની ધરતી પર આવી પોહ્ચીયા હતા. ધરમપુરના વાલોડ ફળિયા અને ધરમપુર આદિવાસી એકતા પરિસદના ભાઈઓ દ્વારા આ બહેનોને જોહાર કરી એમની સાથે સ્વાગત કર્યું હતું. એમના હસ્તે બીરસામુંડાની પ્રતિમાને ફૂલોની હાર પહેરાવી યાત્રાનું આગેકુચ કરાવી હતી.

