નવસારી: નવસારીમાં વર્ષ 2021 માં 16 વર્ષની સગીરા ઉપર દૂષ્કર્મ ગુજારવાના કેસમાં મોહમ્મદ સાદિક ખત્રી નામના 35 વર્ષીય શખસને ન્યાયાધીશ દ્વારા પીડિતાની ઉંમર અને નબળાઈને જોતાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લીધા બાદ ઘટનાને નૈતિક અધઃપતનનું કૃત્ય ગણાવી સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
Decision News એ મેળવેલી જાણકારી મુજબ સગીરાને સોશિયલ મીડિયામાં ભિવંડીના એક વ્યક્તિ સાથે મુલાકાત થયા પછી સગીરા સાથે વાતચીત કરી તેને મળવાનું નક્કી કર્યું હતું તે દરમિયાન જ મળવા તે જતી વખતે તેની મુલાકાત વાપી રેલ્વે સ્ટેશન પર મુસાફરી કરતા મોહમ્મદ ખત્રી સાથે મુલાકાત થઇ તેનો પરિચય થયો જેણે તેણીને ખોટા વાયદાઓ કરી તેણીને મુંબઈ પહોંચવામાં મદદ કરશે ની લાલચ આપી બળજબરીથી નવસારીમાં એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાંથી તેણીને મુંબઈ જતી ટ્રેનમાં લઈ ગયા બાદ 5 કલાકમાં ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસને તપાસમાં ખત્રીના કબજામાંથી વાયેગ્રાની ગોળીઓ, પીડિતાના લોહીથી ડાઘવાળા કપડાં અને વાળ પુરાવા સ્વરૂપે ઘટના મળતાં કેસ વધુ મજબુત બન્યો હતો. અને કોર્ટે જાતીય હિંસાની વધતી જતી ઘટનાઓ ધ્યાને લઇ જઘન્ય ગુનાઓને રોકવા માટે મોહમ્મદ સાદિક ખત્રીને કોર્ટે કડક સજા રૂપે ચુકાદો આપ્યો હતો.