વાપી: તાજેતર માં સમગ્ર ગુજરાતમાં નવી મહાનગર પાલિકા જાહેર કરાઈ છે જેમાં વાપી પાલિકા નો પણ સમાવેશ કરાયો છે. ત્યારે 2000 જેટલા ગ્રામજનો ભારે આક્રોશ અને વિરોધ સાથે ગ્રામ પંચાયત કચેરી આગળ બેસી ગયા જીવ આપવો પડે તો કઈ નહિ પણ અમારું ગામ ને મહા નગરપાલિકામાં જોડાવવા નહિ દઈએનો હુકાર ભર્યો છે.

Decision news ને મળેલી માહિતી મુજબ વાપી નજીકના આસપાસના 11 ગામોને આવરી લઈ મહા નગરપાલિકા જાહેર કરવામાં આવી છે. પરંતુ 11 ગામોના સરપંચ અને ગ્રામજનો દ્વારા ગ્રામ સભામાં ઠરાવ સાથે વિરોધ નોંધાવી જિલ્લા કલેકટર સુધી રજુઆત કરાઈ હતી છતાં પણ 11 ગામોના નામ જાહેર થઈ જતા દરેક ગામના લોકોમાં ભારે વિરોધ છે. આજે બપોરે મહા નગરપાલિકાની જાહેરાત થતા જ મોરાઇ ગામના ગ્રામજનો ભારે વિરોધ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને વાપી મહા નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા હતા તેમજ મોડી રાત સુધી મહિલા યુવાનો બાળકો વૃધો તમામ લોકો ગ્રામ પંચાયતને આંગણે બેસી વિરોધ કર્યો હતો તો બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા DDOને લેખિત માં જાણકારી આપી 11 ગ્રપંચાયત માં તમામ રેકોર્ડ લેવા અને પાલિકા માં જમાં કરાવવા માટે જમાવતા પાલિકાના કેટલાક કર્મચારી અને તાલુકાના કેટલાક કર્મચારી રાત્રિ દરમ્યાન જ વટાર ગ્રામ પંચાયત કચેરીમાં પહોચીને રેકોર્ડનો હિસાબ મેળવવા પહોંચ્યા હતા નોંધનીય છે કે સરકારી કચેરીના કામકાજનો સમય 10 થી 5 નો હોવા છતાં પણ રાત્રિ દરમ્યાન મહાનગર પાલિકામાં સામેલ કરવામાં આવેલ ગ્રામ પંચાયત કચેરીમાં રેકોર્ડ તપાસવા આવનાર કર્મચારી મોડી રાત્રે કેમ પહોંચ્યા તે પણ એક સવાલ છે એટલું જ નહિ દિવસના સરકારી કામકાજના સમય દરમ્યાન કેમ ન પહોંચ્યા ? રાત્રિ દરમ્યાન તેમને ગ્રામ પંચાયતમાં પહોંચવા કોણે ઓર્ડર કર્યો ..

વહેલી સવાર સુધી મોરાઇ ગ્રામ પંચાયત ઉપર ગામના લોકો એકત્ર થઇને બેસી વિરોધ કર્યો હતો અનેક લોકો કહ્યું કે જીવ આપવો પડે તો વાંધો નહિ પરંતુ પંચાયતને મહાનગર પાલિકામાં ભેળવવા સામે આમારો વિરોધ જારી રહેશેનું સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો સ્થાનિક લોકોએ રાજકીય અગ્નીઓ ઉપર પણ રોષ ઠાવતા જણાવ્યું કે મહાનગર પાલિકાની જાહેરાત થવા પેહલા થી રાજકીય અગ્રણીઓ બધું જાણતા હતા તેમ છતાં લોકોને છેલ્લે સુધી જાહેરાત થઈ ત્યાં સુધી લોકોને એક જ વાત કરી રહ્યા હતા કે તમારું ગામ સામેલ થવાનું નથી અચાનક નામ જાહેર થતાં લોકોનો રોષ સાતમે આસમાને પહોંચ્યો હતો

મોરાઈ ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં તમામ પ્રકારની સવલોતો અને વિકાસના કાર્યો થયા છે અમારે મહાનગરપાલિકા જોઈતી નથી જો અમારું ગામ મહાનગરપાલિકામાં સામેલ થશે તો સરપંચની પદવી જતી રહેશે એટલું જ નહીં જો ગામમાં કોઈ ઝઘડા કે કોઈક અન્ય સમસ્યા ઉત્પન્ન થઈ તો ગ્રામ પંચાયતના સમયે અમે તમામ લોકો સરપંચને બોલાવી તેનો નિકાલ કરી દેતા હતા પરંતુ જો મહાનગરપાલિકા થશે તો આવા સમયે જો ગામમાં કોઈ સમસ્યા થાય તો તેમાં દરમિયાનગીરી કરી સમસ્યાનું સમાધાન કોણ કરશે એટલું જ નહીં દરેક કામ માટે લોકોએ હવે વાપી સુધી જવાનું રહેશે એટલે કે લોકોના ધક્કા વધી જશે બીજી તરફ ગામમાં રહેતા મોટાભાગના અનેક લોકોના વેરા હજુ પણ બાકી છે જેવો રોજ કમાઈને રોજ ખનારા છે અને મોટાભાગે આદિવાસી સમાજના લોકો છે જો મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ થશે તો આ તમામ લોકોએ નિયમિત રીતે વેરા ભરવા પડશે અને તેઓની પરિસ્થિતિ દયનીય બની શકે એમ છે જેથી કરીને લોકોએ ઉપરોક્ત જાહેરાત સંદર્ભે ભારે વિરોધ નોંધાયો હતો