ઝઘડિયા: હિંગોડિયા ગામ ખાતે સરકારી ગ્રાન્ટ માંથી રોડ રસ્તા પર આવેલ નાળાની નવીન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં મોટાભાગે ભ્રષ્ટાચાર આચરવાની વાતો એ વેગ પકડ્યું છે અને ચાલી રહી છે એ નાળાની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો સામાન વાપરી ખિસ્સા ભરવામાં આવી રહ્યા હોય એવી લોક ચર્ચા થઈ રહી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર આ નાળાની કામગીરી માટે સરકારી ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા જેટલું ભંડોળ ફાળવવામાં આવ્યા છે અને કામગીરી કોઈ દિનેશ નામના કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે. જે નાળાની કામગીરીમાં જે મટીરીયલ વપરાય રહ્યું છે તેમાં સિમેન્ટના ભુંગળા તથા કાળા પથ્થર જેવા મટીરીયલ નો ઉપયોગ થઈ રહ્યો છે.

જે ખરેખર એસટીમેન્ટ અને વર્ક ઓર્ડર ના નિયમો વિરુદ્ધ અને બિલકુલ હલકી ગુણવત્તા વાળા મટિરીયલ થી કામગીરી થઈ રહી છે. જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો અને જો કામગીરીમાં સારી ગુણવત્તા વાળા સામાન વાપરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે એવી સ્થાનિક સૂત્રોમાંથી માહિતી મળી છે.