ડાંગ: રાજ્યપાલ દેવવ્રતજીએ ડાંગ જિલ્લાને ગુજરાત રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા છે. ડાંગ જિલ્લામાં 98% આદિવાસી સમાજના લોકો રહે છે. તેઓને સરકાર દ્વારા માત્ર ખેતી કરવા માટે જમીન ફાળવી છે. જે 73AA જમીનમાં વેપાર કે ધંધા કરી શકાય નહિ કે તે જમીન અન્ય પરપ્રાતીયને ભાડે પણ આપી શકાય નહિ એવા ધારાધોરણો હોવા છતાં તેનો સરેઆમ ઉલ્લઘંન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત Decision news ને મળેલી માહિતી મુજબ આદિવાસી ખેડૂતો પરપ્રાતીય ઈંટના વેપારી ઓને ગેરકાયદેસર ભાડે આપી રહિયા છે જે પરપ્રાતીય લોકો આ જમીન પર હજારો ટન માટીનું ખોદકામ કરવામાં આવે છે. આદિવાસીઓની જમીનને બંજર બનાવી નાંખે છે. તેઓને આ ઈંટના ભઠ્ઠાઓના માલિકો નામ માત્રના નજીવા પૈસા આપે છે. આ ભઠ્ઠા માંથી ધુમાડો, રાખ, કોલસાઓના કણ વાતાવરણમાં ફેલાતા નુકસાન થાય છે. ઈંટ બનાવવામાં વ્યાપક પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે. જેના લીધે પાણીના તળ નીચે જાય છે. જેના કારણે ડાંગ જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. જે જમીનમાં ઈંટ બનાવવામાં આવે છે. તેમાંજ ઈંટની ભઠ્ઠી રચવામાં આવે છે તે જમીનમાં તેમજ આજુબાજુની જમીનમાં દાયકાઓ સુધી ખેતી થતી નથી અને આ ધુમાડાથી લોકોના શરીરને પણ નુકશાન કારક છે.
ઉપરોક્ત મુદ્દે આ ઈંટ ભઠ્ઠાઓને બંધ કરી ઈંટના ભઠ્ઠાઓના માલિકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ડાંગ જિલ્લો પ્રાકૃતિક રહે તેવી કાર્યવાહી કરવા આપ સાહેબને વિનંતી છે. જો આ મુદ્દે કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમો આપની કચેરીનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરીશું જેની સંપૂર્ણ જવબદારી આપ સાહેબશ્રીની રહેશે એવી લેખિત રાજુવાત કરવામાં આવી છે.