ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખાતે રાષ્ટ્રીય આજીવિકા મિશન (NRLM)અંતર્ગત સ્વ સહાય જુથના બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તેવા હેતુથી બરોડા સ્વરોજગાર સંસ્થાનના માધ્યમથી 10 દિવસીય ” ફાસ્ટ ફૂડ્સ” ઉધમીક આયોજન ઝઘડીયામાં આયોજન કરવામાં આવ્યું.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ જેમાં તાલીમમાં ઇડલી સંભાર, બ્રેડવડા, સેવ ઉસળ, મોમઝ, વેજપુલાવ, મંચુરિયન, પીઝા, દાબેલી મકાઇનું શાક પાતરવેલાના સમોસા, નુડલ્સ, ફ્રાઇડ રાઇસ, ગુજરાતી ડિશ,પંજાબી ડિશ, અલગ ચટણી જેમાં કોઇ કેમીકલ્સ વાપરીયા વગર ગ્રીન ચટણી, સેઝવાન ચટણી, ગોળ આંબલીની ચટણી વગેરે વસ્તુઓ શીખવામાં આવ્યું. ટ્રેનિંગના છેલ્લા દિવસે બહેનોએ પોતાની સ્ટોલ બનાવીને અલગ અલગ વસ્તુઓનું વેંચાણ કર્યું જેમાં પોતે બહેનો ધંધો કઈ રીતે તમે બિઝનેસ કરવા માટે પહેલ કરવામાં આવી તેમણે જે ધંધો  કરીને નફો અને નુકસાન અંગે જાણકારી આપી હતી‌.

તાલીમ દરમ્યાન જિલ્લા લાઇવલીહુડ મેનેજર, પ્રવિણ વસાવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી શરદ જાની ,જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર અંકિતાબેન , RSETIના ડાયરેક્ટરશ્રી હર્ષલ પાટીલ, શિલ્પાબેન પંચાલ,માસ્ટર ટ્રેનર રીટાબેન બોરીન્દ્રા તાલીમ આપી સંપૂર્ણ તાલીમનું આયોજન તાલુકા લાઇવલીહુડ મેનેજર વિજય વસાવા માર્ગદર્શન થકી સફળ આયોજન થયું.