વાંસદા: દો પલ કી જિંદગી.. ક્યા પતા અગલે પલ ક્યા હો જાયે.. નું વાક્ય સાર્થક થતું હોય તેમ નવસારીના વાંસદા તાલુકાના ઝરી ગામમાં લાઇટના વાયરિંગનું કામ કરી રહેલા યુવાનને જોરદાર કરંટનો ઝટકો લાગતા તેનું મોત થઈ ગયાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના ઝરી ગામના વચલા ફળિયામાં રહેતા રાહુલભાઈ ગુલાબભાઈ પટેલ નામના યુવાન લાઈટનું વાયરિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ભારે વીજ કરંટનો ઝટકો લાગતાં તેનું મૃત્યુ થઈ ગયુ હતું. તેઓ પોતાના જ ઘરના રસોડામાં ઇલેક્ટ્રિક બોર્ડમાં વાયરિંગનું કામગીરી કરી રહ્યા હતા ત્યારે આ આકસ્મિક ગોઝારી ઘટના બનવા પામી હતી.

કરંટ લાગતા રાહુલ ભાઈ ઘરમાં જ બેભાન અવસ્થામાં પડી રહ્યા હતા ત્યારે ઘરના કોઈક સભ્યોની નજર જતા તેમને 108 ની મદદથી સારવાર માટે પહોચાડવાનો પ્રયાસ કરાયો હતો પણ સારવાર દરમિયાન કોઈ ફર્ક ન લાગતા આખરે તેમનું દુઃખદ મૃત્યુ થઈ ગયુ હતું. હાલમાં પરિવારના શોકમય વાતાવરણ પ્રસરી ગયુ હતું.