ભરૂચ: ભરૂચ લોકસભા મતવિસ્તારમાં બધા જ તાલુકા/શહેર એકમોમાં સંગઠનનાં પ્રમુખોની જે વરણી થઈ એ તમામ ને હું આવકારું છું. પરંતુ ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલ ની પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે જેનો હું સખત વિરોધ કરું છું: મનસુખ વસાવા

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ઝગડિયામાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા આદિવાસી સમાજ તથા અન્ય સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે ત્યારે સાત સાત ટર્મથી ચુંટાતા ભરૂચ જિલ્લા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઝઘડિયા તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો અને એ સાથે જણાવ્યું હતું કે નિયુક્ત કરવામાં આવેલ સંદીપભાઈ પટેલે તાલુકામાં ક્યારે ભાજપનું કામ કર્યું નથી. તે તેમના ગામ પૂરતા જ સીમિત છે. તાલુકા અને જીલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના કરવામાં આવી છે અને જેઓનું પાર્ટીમાં યોગદાન નથી અને લોકસભામાં પણ જેને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે અને ફૂલવાડી ગામે મારો કાર્યક્રમ હતો તેને પણ નિષ્ફળ બનાવવા તનતોડ મહેનત કરી છે. સેવાસેતુનો કાર્યક્રમ અથવા તો કોઈ પણ મારા કાર્યક્રમમાં આ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા નથી. તે માત્ર ધંધાકીય વ્યક્તિઓ સાથે જોડાયેલા છે. અને આ ધંધાકીય હિત ધરાવનારાઓએ પ્રદેશને ગેરમાર્ગે દોરી પ્રમુખ બનાવ્યા છે. આ સંદીપ પટેલ એક મોહરૂ છે કોઈ પ્રમુખ બ્રમુખ નથી.

હમણાં જ ફૂલવાડી ગામમાં ચાલુ વર્ષે થયેલી માથાકૂટમાં સંડોવાયેલા અને એટ્રોસિટી એક્ટ સહિત બે ત્રણ કેસોમાં સંડોવાયેલ વ્યક્તિને તાલુકા મંડલ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા ભરૂચ લોકસભા સાંસદે સંદિપ પટેલ વરણી વખોડી સખ્ત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે.જે સંદીપ પટેલ એટ્રોસિટી એક્ટ હેઠળ સહિત બે ત્રણ કેસો નોંધાયા હોય અને આ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતો વ્યક્તિ છે. આવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા વ્યક્તિને કયા ધારા ધોરણ મુજબ એક સંગઠન પ્રમુખ તરીકે આપવામાં આવી એવા આદિવાસી સમાજમાં પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે અને વિરોધ નોંધાઈ રહ્યો છે જોવા મળી રહ્યો છે ત્યારે ખરેખર તો ઝઘડિયા આદિવાસી બાહુલ્ય તાલુકો છે.

આદિવાસી ઉપરાંત પટેલ અને રાજપૂત આ ત્રણ સમાજનું પ્રભુત્વ છે. પટેલ અને રાજપૂત સમાજ વર્ષોથી ભાજપને સમર્થન કરી રહ્યા છે. જ્યારે વર્તમાન પ્રમુખ સંદીપ પટેલ એ પટેલ જ્ઞાતિના નથી અને પાર્ટીના અને સંગઠનના કોઈપણ કાર્યક્રમમાં ઉપસ્થિત કે જોવા મળતા નથી તેવા વ્યક્તિને પ્રમુખ બનાવતા અન્ય સમાજ પણ નારાજ છે.આદિવાસી, રાજપૂત અથવા પટેલ સમાજમાંથી પ્રમુખ બનાવી શક્યા હોત. સંદીપભાઈ આ વર્ગમાં નથી અને મારો વિરોધ કરી લોકસભામાં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું છે અને મારા કાર્યક્રમોનો એમને બહિષ્કાર કર્યો છે જેને લઈને મારો વિરોધ છે