ભરૂચ: આ દિવાન ધનજીશા શાળાની સ્થાપના 1914 માં કરવામાં આવી હતી અને જે બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ દિવાન ધનજીશા હાઈસ્કૂલના નામ અંગે કહેવામાં આવે છે કે આ હાઈસ્કૂલનું નામ રાજપીપળા સ્ટેટના રાજા વિજયસિંહના દિવાનના નામ ઉપરથી આપવામાં આવ્યું છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત દિવાન ધનજીશા હાઇસ્કુલનો 110 મા સ્થાપના દિવસ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમને દિપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી. શાળામાં અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતા વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે યોજાયેલ સ્નેહ સંમેલન કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કર્યો હોય એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપતાં શાળા થકી શિક્ષણ મેળવી મળેલી સિદ્ધિઓથી અવગત કરાવી શાળાના પહેલા સ્મરણોની યાદ અપાવી તાજા કરી હતી. દિવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ માધ્યમિક થી ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ લઈ આગળ વધી સરકારી, અર્ધસરકારી જેવા વિવિધ ક્ષેત્રોમાં સ્થાન મેળવી સમાજમાં ઉચ્ચ સ્થાન પર બિરાજેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા કરેલ શિક્ષાત્મક દંડના સ્મરણો તાજા કરી હાજર સૌકોઈ ને અવગત કરાવ્યા હતા.

વિવિધ ક્ષેત્રે નામના મેળવી તેનો પુરેપુરો શ્રેય ભૂતપૂર્વ આચાર્યો તેમજ ભૂતપૂર્વ શિક્ષકો ને આપ્યો હતો. આ યોજાયેલ ભૂતપૂર્વ વિધાર્થીઓના સ્નેહ સંમેલન કાર્યક્રમની સાથે સાથે દિવાન ધનજીશા હાઈસ્કૂલના સ્થાપના દિનને 110 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે શાળાના વર્તમાન વિધાર્થીઓ દ્વારા 17 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં નૃત્ય સહિત સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ કર્યક્રમની શરૂઆત કાર્યક્રમના અધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર અને સંસ્થા ના ચેરમેન રણજીતસિંહ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ નૂતન કેળવણી મંડળ શૈક્ષણિક સ્ટાફ દ્વારા પધારેલ મહાનુભાવો અને મોટી સંખ્યામાં પધારેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.