ચીખલી: થોડા વર્ષોથી જ ગામડાઓમાં ચોરીના બનાવ બનવા લાગ્યા છે ત્યારે ગતરોજ રાત્રીએ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં દુકાન ફળીયામાં ખેરગામ હાઈવે ઉપર આવેલી દુકાનમાંથી ગેસનો બાટલો અને એક લાઈટની મોટી બેટરી અને અન્ય વસ્તુઓની ચોરી થઇ ગયાનો બનાવ બનવા પામ્યો હતો.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ગતરોજ રાત્રીએ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં દુકાન ફળીયામાં ખેરગામ હાઈવે ઉપર આવેલી દુકાનમાંથી ગેસનો બાટલો, એક લાઈટની મોટી બેટરી અને અન્ય વસ્તુઓની ચોરી થઇ ગઈ હતી.આ ઉપરાંત આ જ ફળિયામાં બે દિવસ પહેલાં એક બોલેનો કારનો અકસ્માત થયો હતો. તેના પણ ચાર વ્હીલ કોઈ ચોરી ગયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પેટ્રોલિંગના નામે માત્ર પોતાના ખિસ્સા ભરે છે એમ લકો આક્રોશમાં જણાવી રહ્યા છે.

જે ચા ની લારીમાંથી ચોરી થઇ એ ચલાવતાં યુવાન પરેશભાઈ જણાવે છે કે હવે ગામડાઓમાં પણ ચોરીના બનાવ બનવા લાગ્યા છે ત્યારે અમારા જેવા નાના ધંધાર્થી માટે મુશ્કેલી ખુબ વધી છે. લાગે છે કે ચોરો મનમાંથી પોલીસનો ડર બિલકુલ નીકળી જ ગયો છે. અકસ્માત થયેલ ગાડીના વ્હીલ પણ ચોરી લેવામાં આવે છે.. શું કહેવું ? એમ લાગે છે આ કામ ભંગાર લેતા બહારથી આવેલા લોકોનું હોય શકે ?