કપરાડા: ચકચાર મચાવેલા કપરાડા ઓઝરડા ગામના શુકકરભાઈ જાનીયાભાઈ ઓઝરીયાના મૃત્યુના કિસ્સાના કેસમાં તેમના જમાઈ ગામજુભાઈ ધાકલભાઈ વસાવા સહિત અન્ય શખ્સો પર હત્યાના આક્ષેપ થયા હતા અને શુકકરભાઈના પરિવારજનોએ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આ ઘટનાને પૂર્વયોજિત હત્યાનો બનાવ કહેવામાં આવ્યો છે.

પરિવારની ફરિયાદ અનુસાર: 9 નવેમ્બર, 2024ના રોજ સાંજે સાડા 6 વાગ્યાની આસપાસ શુકકરભાઈ તેમના ખેતરમાં દુધીના પાકની દેખરેખ માટે ગયા હતા રાત્રી દરમિયાન ઘરે ન પાછા ફરતા ઘરના લોકોને થયું કે માંડવા ગામમાં તેમની પુત્રી મીનાના ઘરે પરોણા ગયા હોય શકે પણ  હશે. 10 નવેમ્બરની વહેલી સવારમાં ગામના જ બે જણે શુકકરભાઈની લાશ રસ્તામાં જોય અને લાશ પર ઇજાના થયેલી જોવા મળતા શંકાઓ ઊભી  થતા તાત્કાલિક પોલીસને જાણ કરી લાશને નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં PM માટે મોકલી દેવામાં આવ્યો હતો. પરિવાર જનોના આક્ષેપ મુજબ જમાઈ ગામજુભાઈ ધાકલભાઈ વસાવા આ હત્યાના પાછળ છે. એવું મનાવામાં આવે છે કે ગામજુએ શુકકરભાઈની બીજી પુત્રી મથીબેન સાથે આડા સંબંધો છે જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ ઉપરાંત ફરિયાદમાં ગામજુ સાથે બારકભાઈ જાનીયાભાઈ ઓઝરીયા, જીતેશભાઈ બારકભાઈ ઓઝરીયા, પંકજભાઈ ભાયલુભાઈ ભુજાડા, વિજયભાઈ બારકભાઈ ઓઝરીયા, અને પંકજભાઈ બાબલેભાઈ વસાવાના નામ સામેલ છે.

નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયાને 27 દિવસ વિતવા છતાં આરોપીઓ ન પકડી શકાતા ઘર પરિવારના સભ્યો અને ગામજનોમાં નારાજગી છે. મૃતકના પુત્ર મહેશભાઈ શુકકરભાઈ ઓઝરીયા કહે છે કે પિતાને ધમકાવનાર આ શખ્સોએ દારૂના નશામાં ઘાતકી કાવતરું રચ્યું હતું. વલસાડ જિલ્લાના પોલીસ વડા સમક્ષ ન્યાયની અપેક્ષામાં ફરીયાદ કરી છે.