ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે આવનાર દેશના ગૃહમંત્રી સાથે આદિવાસી સમાજના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા માટે 10 મિનિટનો સમય આપવા બાબતે તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા PI ધરમપુર મારફતે નકલ પ્રાંત ઓફિસર ધરમપુર અને જિલ્લા પોલીસને રજુવાત કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓને દસ મિનિટનો સમય આપવામાં આવે જેથી અમે અમારા આદિવાસી વિસ્તારના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી. અમે ગૃહમંત્રીને નીચે આપેલા સવાલો પૂછવા માંગીએ છીએ.
1. સંસદમાં કરેલ મારા ભગવાન ડૉ.બાબા સાહેબ આંબેડકરની ટીપણી અંગે ચર્ચા
2. પાર તાપી રિવરલિક યોજનામાં અમારો ધરમપુરના હજારો પરિવારો ઘરવિહોણા થાય છે એ અંગે
3. ધરમપુર ખાતે આવનાર વિવિધ પ્રોજેક્ટ જેવા કે ભારતમાલા પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટ આવનાર છે એ બાબત
4. ધરમપુર થી મોરખલ, દપાડા સુધી જે અગાઉ પાસની સુવિધા ચાલુ હતી. એ બંધ કરી દેતા 300 કર્મચારીઓને ધરમપુર ડેપો મેનેજર દ્વારા કોઈ સંતોષકારક જવાબ ના આપવો અને વહીવટકર્તા ડી.સી.વલસાડ સાંભળતા નથી તે બાબત
5. મારા મત વિસ્તારમાં આવતું નાની ઢોલડુંગરી ગામ ખાતે આવેલ ખેડૂતોની માલિકીની જગ્યામાં વહીવટીતંત્ર દ્વારા ફક્ત એક વ્યક્તિની પરમિશન લઈ ખોટી રીતે જગ્યા કબજો કરેલ હોય જેના નિરાકરણ બાબત વહીવટીતંત્ર દ્વારા અમારા આદિવાસી વિસ્તારમાં ગયા વર્ષની સાયકલ વિદ્યાર્થીઓને આપેલ હોઈ એના પર કાર્યવાહી કરવા બાબત
6. ધરમપુર ખાતે આવેલ સ્ટેટ હોસ્પિટલમાં બ્લડ બેંક માટેના તમામ સંસાધનો ઉપલબ્ધ હોય ફક્ત મહેકમ મજુરી બાકી હોઈએ આપવા બાબત, ધરમપુર ખાતે આદિવાસી વિસ્તારમાં સ્માર્ટ મીટરની પ્રોજેક્ટ જોઈતા નથી એ બાબત આદિવાસી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ, દાળનો જથ્થો પુરતો મળતી ન હોઈએ બાબત
7. વાપી થી શામળાજી રોડ નેશનલ 56 એ 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ત્યારે લેખિતમાં ફરિયાદ કરવા છતાં આ વિભાગના અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાને કારણે અમારા લોકો મત્યુ પામ્યા છે. જેથી બે કોન્ટ્રાક્ટર અને એ વિભાગના અધિકારી પર કાર્યવાહી કરવા અને અકસ્માતમાં મરણ પામનારના પરિવારને વળતર આપવા બાબત
8. દક્ષિણ ગુજરાતમાં 16kv પાવર હાઉસમાં આઉટસોર્સિંગમાં નોકરી કરતા કર્મચારીઓનું શોષણ અને જે એજન્સીઓને 563 પાવર હોઉસનો કોન્ટ્રાકટ આપેલ હોઈએ. સમયસર આઉટસોસીંગના કર્મચારીઓનો પગાર ન કરતા હોય તે બાબત
9. શિક્ષણ બાબતે ધરમપુર તાલુકામાં પ્રાથમિક શાળાઓ તોડી પાડવાના કારણે મારા મત વિસ્તારમાં આવતું રાજપુરી તલાટ ગામે બાળકો પંચાયત હોલમાં અને ધરમપુર તાલુકામાં અન્ય જગ્યાએ કોઈક ના ઘરે બહાર બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા હોય જેથી એ શાળાઓ તાત્કાલિક બનાવવા બાબત -કરજવેરી થી વડપાડા સુધીનો રસ્તો જર્જરિત હોય જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણો લોકો અકસ્માતનો ભોગ બને છે તે બાબત
10. ધરમપુર ખાતેની સ્ટેટ હોસ્પિટલમાં જે.ડી. અજમેરા નામની રાજકોટની એજન્સી દ્વારા ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડ્રાઇવર, પટાવાળા, લેબ ટેકનીશીયનને સમયસર પગાર ન ચૂકવતા હોય તે બાબત
11. કલાકાર રાજભા ગઢવી દ્વાશ આદિવાસી સમાજનું અપમાન કરેલ હોય એની સામે કોઈ કાર્યવાહી ન થઇ તે બાબત

