માંડવી: ગુજરાત સરકાર હમેશા ડબલ એન્જિનની સરકારમાં વિશ્વાસ રાખીને પ્રગતિના કામો કરતી હોય છે આવો અનેકવાર સરકારના સતાધાર દ્વારા કહેવામાં આવતું હોય છે પરંતુ ક્યારેક ને ક્યારેક ડબલ એન્જિનિયર સરકારમાં ટાયરો નાખવાનું ભૂલી જતા હોય છે.

Decision newsને મળેલી માહિતી મુજબ જેના કારણે સવારી કરનાર સામાન્ય માણસોને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે ઝંખવાવ થી માંડવી જતા રસ્તા ઉપર માંડવીથી માત્ર છ કિલોમીટરના અંતરે ખાડાવતી ભરાયેલા રસ્તાઓની અંદર ડબલ એન્જિનની સરકારની બસનું ટાયર અચાનક બહાર નીકળી આવ્યો માત્ર એક ટાયર નહીં.

પરંતુ આખા એન્જિન સાથે જોડાયેલા ચારે ચાર ટાયરો આ રીતના બહાર નીકળી આવતા મોટી દુર્ઘટના સર્જાતા થોડાક સમયે રહી ગયું આ બસમાં કેટલાક સવારીઓ હાજર હતા અને અચાનક ખાડામાં બસનું ટાયર પડતા ટાયર બહાર નીકળી આવ્યા હતા અને એન્જિન સાથે થી છૂટા પડી ગયા હતા. હાલાકી આ ઘટનાનો સમય હજુ નિશ્ચિત રૂપથી કહી શકાય એવું નથી પરંતુ આ ઘટના ઘણી ગંભીર છે.