ધરમપુર: મહાવીર સેવા સદન કલકત્તા પરમાર્થ નિકેતન રિષિકેશ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ના સહયોગથી ધરમપુરના પીંડવળ સર્વોદય પરિવાર ટ્રસ્ટના સંકુલમાં દિવ્યાંગ મુક્ત ભારતના નામના કાર્યક્રમ અંતર્ગત કુત્રિમ હાથ પગ, કેલીપર્શ અને મોલ્ડેડ બુટનો નિ:શુલ્કનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના પીંડવળ સર્વોદય પરિવાર ટ્રસ્ટના સંકુલમાં દિવ્યાંગ મુક્ત ભારતના નામના કાર્યક્રમ અંતર્ગત કુત્રિમ હાથ પગ, કેલીપર્શ અને મોલ્ડેડ બુટનો નિ:શુલ્કનો વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો લાભ દુર-સુદૂરના દિવ્યાંગ ભાઈ બહેનો મેળવી શકે એવા ઉદ્દેશ સાથે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છ.આ કાર્યક્રમનું આયોજન મહાવીર સેવા સદન કલકત્તા પરમાર્થ નિકેતન રિષિકેશ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ના સહયોગ થયું છે.

આ કાર્યક્રમ 25-26-27 ડીસેમ્બર 2024 એમ ત્રિ-દિવસના રોજ યોજવાનો છે તો એનો લાભ વધુમાં વધુ દિવ્યાંગ લોકો આપવાની મહેચ્છા પ્રગટ કરવામાં આવી છે. આ કાર્યક્રમની વધુ વિગતો જાણવા માટે તમે રમેશભાઈ ખડકી રોશનભાઇ સવજીભાઈ પાટીવાલા નીલમભાઈ પટેલને સંપર્ક કરી શકો છો. આ પ્રકારનો દિવ્યાંગો માટેનો સુવિધાજન કેમ્પ વલસાડમાં પ્રથમ વખત થઇ રહ્યો છે. તો વધુમાં વધુ દિવ્યાંગ લોકો આ કેમ્પનો લાભ લે એવી આશા..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here