ડેડીયાપાડા: 31 થી ઉજવણી માટે ગુજરાતમાંથી દારૂ વહન કરવા માટે આ રોડનો ઉપયોગ થાય છે જે પોલીસે સાવચેતીના પગલા સ્વરૂપે પસાર થતો દારૂને રોકવા માટે ડેડીયાપાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ડુમખલ અને કોકટી ચેકપોસ્ટ પર હાથ ધરવામાં આવ્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડામાં સરહદી વિસ્તાર મહારાષ્ટ્ર અડીને આવેલો છે જેથી ડેડીયાપાડાના પોલીસ ઇન્સ્પેક્ટર અને સી.પી.આઈનો ચાર્જ ધરાવતા પી. જે. પંડ્યા દ્વારા હાલમાં ડેડીયાપાડા વિસ્તારમાં આવેલી કોકટી અને ડુંખલ ચેક પોસ્ટનો પણ વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા માટે ઉપયોગ થઈ શકે તેમ હતો કારણ કે આ ચેક પોસ્ટ પણ અતિ મહત્વની છે જ્યારે બધી લાઈનો બંધ હોય ત્યારે આ લાઈનનો પણ ઉપયોગ થઈ શકતો હતો હાલમાં જિલ્લા પોલીસવડા પ્રશાંત સુબેની સૂચનાથી ઘનસરા બોર્ડર સીલ કરવામાં આવી છે જેથી આ નવી બોર્ડર પરથી વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા સંભાવનાને ધ્યાનમાં રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
વર્ષના અંતને માંડ થોડાક દિવસો બાકી છે અને નવા વર્ષ- 2025ની શરૂઆત થનાર છે ત્યારે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી નવા વર્ષને આવકારવા ઉજવણી કરતા હોય છે ત્યારે ગાંધીજીનું ગુજરાત દારૂબંધીને વરેલું હોય, જે તમામ બાબતોને ધ્યાન રાખી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારને લાગતા આંતરરાજ્ય બે ચેકપોસ્ટ 1. કોકટી અને 2. ડુમખલ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. પંડ્યા દ્વારા જાતે તથા સાથી પોલીસ માણસો દ્વારા મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે.