ધરમપુર: એક અઠવાડિયાથી જ ધરમપુર તાલુકામાં બહુ ચર્ચિત મુદ્દો ઉઠયો છે તે ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરજવેરી ગામની શિર પડતર જમીન કોઈ પણ જાતની પંચાયતને જાણ કર્યા વગર બારોબાર રૂપિયા અને ઓળખાણના જોરે પડાવી લેવાની કોશિશ કરવામાં આવી હતી એ છે આ મુદ્દાને લઈને આજે ગ્રામજનો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને મળ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરજવેરી ગામની શિર પડતર જમીન કોઈ પણ જાતની પંચાયતને જાણ કર્યા વગર બારોબાર રૂપિયા અને ઓળખાણના જોરે પડાવી લેવાની કોશિશ કરાઈ તે બાબતને લઈને કરજવેરી ગામના ગ્રામજનો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને મળવા ગયા હતા જેમાં તેમને સાંસદ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે અને આ ઘટનામાં સ્થળ પર આવી નિરક્ષણ કરી મામલાના નિરાકરણ માટે લોકો સાથે રહેવો ભરોષો આપ્યો છે.

ગ્રામજનોનું કહે છે કે વલસાડ ખાતે માનનીય સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ જોડે મુલાકાત લઈ શીર પડતર જમીન પ્રશ્ન માટે ખુબ જ સારો પ્રતિભાવ આપવામાં આવ્યો અને થોડાજ દિવસ માં જરૂરી વહીવટી બેઠક કરી નિરાકરણ કરી આપવાની ખાત્રી આપી.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here