ઝઘડિયા: ક્યાં સુધી આવી રીતે ગુજરાતમાં આવી રીતે નાની દીકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી રેહશે..! શું આ કિસ્સાઓ બંધ નહિ થાય પૂછે છે દક્ષિણ ગુજરાત..! ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી જીંદગીનો જંગ હારી અને સેલંબા ખાતે ગતરોજ કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ દુષ્કર્મની ભોગ બનેલી 10 વર્ષની (નિર્ભયા) બાળકીને શ્રદ્ધાંજલિ આપવા માટે સેલંબા ખાતે ગતરોજ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સાગબારા તાલુકા ના માતા બહેનો, ભાઇઓ અને બહેનો અને વડીલો ને ઉપસ્થિત રહ્યા અને બાળકી ને શ્રદ્ધાંજલી આપી અને મૌન પાળવામાં આવ્યું

આ સમગ્ર કાર્યક્રમ બીરસા મુંડા ચોક થી ડો બાબા સાહેબ આંબેડકર ચોક સુધી સેલંબા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બાળકો-માતાઓ- વડીલો અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીને શ્રદ્ધાંજલિ આપી હતી.