ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલા નિંદનીય નિવેદન સામે વિરોધ પ્રદર્શિત કરી રાજીનામાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવી (મહાકાળી), નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ, ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ તડવી, સોશ્યલ મીડિયા નર્મદા પ્રમુખ વિનોદકુમાર રમણભાઈ તડવી, નર્મદા જિલ્લા NSUI પ્રમુખ તેજશભાઈ દિલીપભાઈ તડવી, ઉપપ્રમુખ રમણભાઈ, મહામંત્રી ચન્દ્રકાન્ત તડવી, વિજયભાઈ તડવી, અમરતભાઈ તડવી, ઉસ્માન ચાચા, ગણપતભાઈ તડવી, અશ્વિનભાઈ તડવી, લલ્લુભાઈ ભીલ તેમજ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સરકારની નીતિઓ તથા ઉલ્લેખિત મુદ્દાઓ પર તીવ્ર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને કૃષિ અને આદિવાસી હિતોની રક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી.