દક્ષિણ ગુજરાત: ચોમાસામાં અતિભારે વરસાદને કારણે અતિવૃષ્ઠિનો ભોગ બનેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. પ્રદેશમાં ઠંડીનું જોર ઘટશે અને વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 66 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. 27 ડિસેમ્બરે પણ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં માવઠાની સંભાવના છે. 28 ડિસેમ્બરે કચ્છ, તાપી, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે. જો માવઠું વધારે પ્રમાણમાં વરસાદ લઈને આવશે તો ખેડૂતો માટે પડયા પર પાટા જેવી સ્થિતી છે. ખેડૂતોને વિવિધ પાકોમાં મોટુ નુકસાન વેઠવું પડશે.
હવામાન વિભાગ અનુસાર, અરબી સમુદ્રના ભેજ અને ટ્રફના કારણે વાતાવરણ પલટાયુ છે. આના કારણે ઘણા જિલ્લાઓમાં ભારે ધુમ્મસ પણ જોવા મળી રહ્યો છે. બદલાઈ રહેલુ વાતાવરણ ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 થી 28 ડિસેમ્બર દરમિયાન તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. જણાવી દઈએ, ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે.

