ધરમપુર: ગતરોજ ફરી ધરમપુર ડેપોથી મોરખલ, દાબખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપતાં હતા તે બંધ કરી દેતા આશરે 500 કર્મચારીઓને તખલીફ પડતી હોઈ જે ફરી ચાલુ કરવા માટે ધરમપુર ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી હતી જેનું નિરાકરણ ન આવતા આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર,નિયામક શ્રી વલસાડ,ડેપો મેનેજરશ્રી ધરમપુરને મોટી સંખ્યા માં કર્મચારીઓ સાથે ડૉ.બાબા સાહેબ આંબેડકરને હાર દોરા કરી અને રજૂઆત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર ખાતેથી આશરે 500 થી વધારે કર્મચારીઓ સેલવાસ ખાતે કંપનીમાં પોતાની નોકરી અર્થે જતા કર્મચારીઓ હાલે ગુજરાત સુધી પાસ ચાલે છે અને ત્યાંથી આગળ જવું હોય તો ટિકિટ લઈને જવું એ કેટલું યોગ્ય કારણ કે છેલ્લા 15 વર્ષથી ગુજરાત થી સેલવાસ સુધી પાસ ચાલતા આવેલ છે અને હાલ એ બંધ કરી દેવાતા કર્મચારીઓને માથે વધારાનો ચાર્જ ગુજરાતની હદ પૂરી થાય ત્યાંથી સાઈલી સુધીના આવવા જવાના 44 રૂપિયા 44 રૂપિયા એટલે મહિનાના 1344 થાય, ગુજરાતની હદ પૂરી થયા બાદ ધપાડા સુધી આવવા જવાના 56 રૂપિયા એટલે મહિનાના ટોટલ 1568 રૂપિયા વધારાના ચૂકવવાનો વારો આવતો હોય છે.

આ બાબતે આજે ડેપો મેનેજર શ્રી ને પૂછવામાં આવ્યું કે કોઈ પરિપત્ર સરકાર શ્રીનો હોય તો બતાવો તો એમના દ્વારા જવાબ આપવામાં આવે છે કે અમને ફક્ત મૌખિક સૂચના આપવામાં આવી છે એ કેટલા અંશ યોગ્ય કહેવાય. જેથી તાત્કાલિક ધરમપુર ડેપોથી મોરખલ,ધપાડા સુધી પાસ ન કાઢી આપવામાં આવ્યા તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં બસ રોકાણ આંદોલન કરવાની ફરજ પડશે એમ કહેવામાં આવ્યું.