નર્મદા: Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે 23 ડિસેમ્બર ની રાત્રે 11 વાગે નર્મદા ના ગ્રુડેશ્વર ના સરકારી દવાખાને 13 જેટલા બાળકો ને ખોરાકી ઝેરની અસર હેઠળ ત્રણ એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યા હતા, મળતી માહિતી મુજબ આ બાળકો નર્મદા ડેમ ની પાછળ આવેલા રિઝર્વ પાણી મા વસેલા મણી બેલી ગામ ના હતા કે જે મહારાષ્ટ્ર રાજ્યની હદ મા આવે છે.

બાળ સહજ ભૂલકાઓએ રમતા રમતા રતન જોત ના બીજ ખાઈ લેતા તેમના ઉપર ઝેરની અસર થઈ જતા બાળકો ને તાબડતોબ મેડિકલ સારવાર ની જરૂર ઉભી થઇ હતી, પણ મહારાષ્ટ્રનું અંતરિયાળ ગામ હોઈને તેમ થઈ શકે તેવું નોહતું ત્યારે આ બાળકોને બોટ મારફતે નર્મદા ડેમના પાણીના રસ્તે કેવડિયા અને બાદમાં ત્રણ 108 દ્વારા ગરુદેસ્વર લવાયા હતા. જ્યાં તેમને સારવાર શરૂ કરાઇ હતી

આ બાળકો ની સ્થિતિ વિશે જાણકારી મેળવવા ગ્રુડેશ્વર સરકારી દવાખાના ના લેન્ડ લાઇન ફોન ઉપર વારંવાર પ્રયાસ કરાયા તેમજ ફરજ ઉપરના ડોક્ટરોનો સંપર્ક કરવા માટે પણ પ્રયાસ કરાયો પરંતુ તેમ છતાં આ ડોક્ટરોનો સંપર્ક થઈ શક્યો ન હતો અને હંમેશા માફક સરકારી લેન્ડલાઈન ફોન ચાલતા નહોતા પરંતુ અમારા સૂત્રો ની માહિતી પ્રમાણે હાલ આ બાળકોની સ્થિતિ સારી છે અને મળતી માહિતી મુજબ આ બાળકોએ રતનજોગના બીજ ખાઈ લીધા હોવાના કારણે તેમની ઉપર આ પ્રકારની જે રહી અસર થઈ હતી પરંતુ હાલ કોઈ ગંભીર નથી બાળકોને સ્થિતિ સારી છે તેવી સૂત્ર તરફથી માહિતી મળી રહી છે