આમોદ: હવે બાળકીઓ જ નહીં 71 વર્ષીય વૃદ્ધા પણ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે ત્યારે ઝઘડિયા 10 વર્ષની બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના બાદ આમોદ તાલુકામાં 71 વર્ષની વૃદ્ધા પર દોઢ વર્ષે ફરી દુષ્કર્મને લઈ ભરૂચ જિલ્લામાં હડકપ મચી ગઇ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈંટોલા ગામે ખેતરમાં ઝૂંપડીમાં રહેતી વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ બદકામ ઇંટોલા ગામના જ 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમ હવસખોરે 71 વર્ષિય વૃદ્ધાને પોતાના હવસનો શિકાર બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.શૈલેષ રાઠોડ નામના નરાધમ હવસખોર દ્વારા અગાઉ પણ આ વૃદ્ધ મહિલા સાથે જૂન 2023 દુષ્કર્મ આચર્યું હતુ.જેમાં વૃદ્ધાએ આમોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષ રાઠોડની ધરપકડ કરી હતી. જે બાદ આરોપી શૈલેષ રાઠોડ જામીન પર મુકત થયો હતો અને જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરી નરાધમ હવસખોર શૈલેષ રાઠોડે વૃદ્ધાને હવસનો શિકાર બનાવી ઘટનાને આપ્યો અંજામ એવા અહેવાલ સામે આવી રહ્યા છે. હાલ પિડિત વૃદ્ધા અને હવસખોર શૈલેષ રાઠોડ નામનો યુવાન બન્ને એકલવાયું જીવન જીવી રહ્યા છે.
ભરૂચના ઝઘડિયા નિર્ભયાકાંડની માસુમ 10 વર્ષે બાળાના શ્વાસ થંભી ગયાને માંડ ગણતરીના કલાકો જ વિતી રહ્યા હતા ને ત્યારે જ ભરૂચના આમોદ તાલુકાના ઇંટોલા ગામની 71 વર્ષિય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના હવસખોર નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના ઈંટોલા ગામે ખેતરમાં ઝૂંપડામાં રહેતી 71 વર્ષની વૃદ્ધાને 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના દુષ્કર્મીએ ફરી પોતાની વાસનાનો શિકાર બનાવ્યા અંગેના આમોદ પોલીસ મથકે 71 વર્ષિય વૃદ્ધાએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા જીલ્લા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક, SOG, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અલગ અલગ ટિમો બનાવી દુષ્કર્મીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે.
વધુમાં નરાધમ હવસખોર શૈલેષ રાઠોડે વર્ષ 2023 માં પણ આ એકલવાયું જીવન જીવતી વૃદ્ધાને ડરાવી ધમકાવી, મારઝૂડ કરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. જે અંગર આમોદ પોલીસ મથકે જે તે સમયે પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે જૂન 2023 માં આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન આરોપી શૈલેષ રાઠોડ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરીથી વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે.

