ધરમપુર: આત્મહત્યા જ મુશ્કેલીઓથી છૂટવાનો એક રસ્તો હોય તેમ દિવસે-દિવસે એના કિસ્સાઓ વધી રહ્યાં છે ત્યારે ફરી એક વખત ગતરોજ રાત્રી દરમિયાન ધરમપુર તાલુકાના માલનપાડા ગામમાં આવેલ ખોરી ફળિયા( નવી નગરી)માં એક યુવાને આપઘાત કરી લીધાની ઘટના બનવા પામી હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ વલસાડના આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યાનો દોર થમવાનું નામ નથી લઈ રહ્યો એમ ધરમપુરના તાલુકાને અડીને આવેલ માલનપાડા ગામના ખોરી ફળિયામાં ( નવી નગરીમાં ) વાપીમાં કામ કરતાં એક યુવાને રૂમમાં જ અજાણ્યા કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોઈની સાથે અણબનાવ બન્યો હોય શકે. આવનાર સમયમાં આત્મહત્યાનું કારણ બહાર આવશે એવું લાગી રહ્યુ છે. પણ યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે એ એક ચિંતાનો વિષય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here