ઝઘડિયા: ગુજરાત સરકારના ભાડુઆતને લઈને બદલાયેલા ધારાધોરણના કારણે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં પોલીસ મથકે નોંધણી કરાવ્યા વિના પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે પોલીસ નોંધણી વિના પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર રાજ્યમાં બહારથી આવેલ ઇસમોને મકાનો ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવવાની હોય છે. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા પીઆઇ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંતર્ગત ચેકિંગ હાથ ધર્યું હતું,તે દરમિયાન ઉમલ્લા જુના ફળિયામાં એક મકાનમાં ભાડેથી રહેતા મુથ્થુ પેરુમલ તેવર મુળ રહે.

તામિલનાડુનાની પુછપરછ કરતા તે સદર મકાનમાં રૂપિયા 2000 માસિક ભાડાથી રહેતો હોવાનું જણાવ્યું હતું,અને આ મકાનના માલિક ઇલાબેન પટેલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે મકાન માલિકનો સંપર્ક કરી મકાન ભાડે આપ્યા બાબતની પોલીસમાં કરાવેલ નોંધણી અને ભાડુઆતની ઓળખના પુરાવા માંગતા તે મળી શકેલ નહિ. મકાન ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં નોંધણી નહિ કરાવેલ હોઇ તેને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હોવાના ગુના હેઠળ પોલીસે મકાન માલિક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here