ઝઘડિયા: આદિવાસી વિસ્તારોમાં હાલમાં ગેર કાનૂની પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પોલીસે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા છ ઇસમોને કુલ રૂપિયા ૩૬૬૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Decision news ને મળેલી માહિતી મુજબ રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પીઆઇ એચ.બી.ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાલોદ ગામે જુના સરકારી દવાખાનાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમાતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા,મોબાઇલ નંગ ૫ તેમજ જુગાર રમવાના પત્તાપાના મળી કુલ રૂપિયા ૩૬૬૮૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો,

સ્થળ ઉપરથી જુગાર રમતા છ ઇસમો ઇલ્યાસ સલીમ દિવાન રહે.ભાલોદ તા.ઝઘડિયા,ગોપાલ મોહનભાઇ માછી રહે.ભાલોદ તા.ઝઘડિયા,મુસ્તાક સબ્બિર પટેલ રહે.રુંઢ તા.ઝઘડિયા,ઇનાયતખાન રફીકભાઇ કુરેશી રહે.ઇન્દોર તા.ઝઘડિયા,સોહિલ ઇસ્માઇલ ચૌહાણ રહે.રુંઢ તા.ઝઘડિયા તેમજ સોહિલશા હુશેનશા દિવાન રહે.રુંઢ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here