વાંસદા: અંકલાછ ગામમાં વણજાવાડી ફળિયામાં ડુંગર નીચે તળેટીમાં રહેતા લોકોની વર્ષો જૂની સમસ્યા કોતર પર અવરજવર માટે કોઈ કોઝવેનો હતો જેના લીધે ચોમાસામાં રસ્તો બંધ થઈ જતો હતો એ સમસ્યા કોઝવે/ ચેકડેમ બનાવવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરી ને કોઝવે પાસ કરાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામમાં ખુશીનો માહોલ છે અને લોકોએ બીપીન માહલાને સાલ ઓઢાવી અભિનંદન કર્યું હતું. આ પ્રંસગે વાંસદા તાલુકા પંચાયતના માજી પ્રમુખ શાંતુભાઇ ગાવિત, અંકલાછ ગામના સરપંચ શ્રી રૂપેશભાઈ ગાવિત, માજી સરપંચ શ્રી લાલજીભાઈ થોરાત ગામના આગેવાનો નગીનભાઈ ચોરયા, જેસીંગભાઇ ગાયકવાડ, ધીરુભાઈ ચૌધરી, મનોજભાઈ ચોરીયા, પંકજભાઈ, મણિલાલ ભોયા હાજરી આપી હતી.

બીપીન માહલાએ કહ્યું કે આ વર્ષો જુની સમસ્યા હતી ઘણીવાર આગેવાનોએ મારા પાસે રજૂઆત કરેલ હતી મેં સાહેબને કહીને સાહેબએ લોકો ડુંગર કિનારે રહે છે ચોમાસામાં એ લોકો આવા જવા ખૂબ તકલીફ પડે છે સાહેબ જેમ બને તેમ જલ્દી કોઝવે પાસ થઈ જાય તેવું કરશો સાહેબ આજે આપણને પાસ કરી આપ્યો છે એમાં આપણા પ્રમુખશ્રીનો પણ ખૂબ મદદ કરી છે સરપંચ શ્રી રૂપેશભાઈએ પણ આપણને ખૂબ સાથ આપેલો આ આયોજન એવું છે કે આપણે કામ ચાર પાંચ મૂકીએ તેમાંથી બે ત્રણ પાસ થાય અને બાકી રહી ગયેલા તે આવતા વર્ષે પણ થાય હજુ આપણે ઘણા ચેક ડેમ કોજવે કુવાઓ રસ્તાઓ બનાવવાના છે એ આપણે આયોજનમાં લીધું છે એ હવે દર વર્ષે થોડું થોડું કામ આવશે હામતું કામ ન થાય તેથી આપણે ધીરજ રાખવી પડશે અને આપણા ગામના વિકાસ કરવા માટે દરેક ભાઈઓ બહેનો વડીલોએ સાત સહકાર આપવો પડશે તો જ વિકાસ થશે.