ઝઘડિયા: અત્યારના ખુબ જ દુ:ખદ સમાચાર મળી રહ્યા છે થોડા દિવાસો અગાઉ જે ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ જે 10 વર્ષની બાળા બની હતી તે બાળાએ હાલમાં સારવાર દરમિયાન આ ફાની દુનિયાને ન્છોડી ધીધી છે એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં દસ વર્ષની બાળા પર અત્યાચાર અને દુષ્કર્મની ઘટના બની હતી. બાળાને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.. સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં ચાલી રહી હતી સારવાર પણ હાલમાં તાજા સમાચાર અનુસાર આ બાળાએ જીવ ત્યજી દીધો છે.
સારવાર કરી રહેલા ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડોકટર દ્વારા જણાવવામાં આવ્યું કે પીડીતા બાળાના શરીરમાં ઇન્ફેક્શન થયાં બાદ તેને એટેક આવતા સારવાર દરમિયાન નીપજ્યું મોત નીપજ્યું છે. પરિવારમાં શોકનો માહોલ છે જ્યારે સમગ્ર વિસ્તારમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.