વલસાડ: કપરાડા તાલુકામાં વિદ્યાર્થિનીઓને સાધના યોજના સરસ્વતી અંતર્ગત આપવામાં આવતી સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023માં વિદ્યાર્થીનીઓને અપાઈ જ નથી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની વિવિધ શાળાઓની કે વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત આપવામાં આવનારી સાઇકલો કપરાડા તાલુકામાં આવેલી આનંદ નિકેતન ના શાળા કેમ્પસમાં ગતવર્ષ 2023 થી કાટ ખાઈ રહી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ધરમપુરની ઘટના બાદ હાલે તૂટેલી, ફૂટેલી, કાટખાઈ ગયેલી, સાયકલો નું સમારકામ કરી યોગ્ય નવા રૂપરંગ આપવામાં આવી રહ્યા છે. જે માટે ગાંધીનગર થી એજન્સીના કામદારો આવી તૂટેલી, ફૂટેલી, કલર નીકળી ગયેલી સાઈકલોને કલર કરી, કાટ સાફ કરી જરૂરી પાર્ટ્સ નાખી નવી રંગો રંગાન કરી નક્કોર બનાવી રહ્યા છે. ચોમાસા ની સીઝનમાં સાઈક્લોને બચાવવા તાડપત્રી થી ઢાંકી રાખવાામાં આવી હતી, પરંતુ તેમ છતા વરસાદી પાણીના કારણે સાયકલો કાટ ખાઈ ગયેલી પણ જોવા મળી હતી. અહી હજારો સાયકલોનો જથ્થો પડેલો છે.

સરસ્વતી સાધના નામની થોજના થકી વિદ્યાર્થીનીઓ મુશ્કેલી વગર શાળાએ પહોંચી શકે તે હેતુસર સરકારે સાયકલ આપવાની યોજના બનાવી હતી. આ સાયકલો ઉપર પ્રવેશોત્સવ 2023 લખવામાં આવ્યું છે. જો આ સાઇલો સમયસર ગત વર્ષે આપી દેવામાં આવી હોત તો વિદ્યાર્થિનીઓને સાઈકલ મળવાનો ફાયદો મળી શક્યો હોત. શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ 2023ની સાયકલ રઝળતી હાલતમાં હોઈ આમ સબંધિત વિભાગની સરેઆમ નિષ્ક્રિયતા સામે આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here