ધરમપુર: ધરમપુરના મામલતદાર કચેરીમાં તમારે નાક દબાવીને કામ કરવા અંદર જવું.. ભાઈઓ બહેનો.. પૂછો કેમ ? પૂછો નહિ વાંચો !  સાંભળો સંભાળો.. ધરમપુર મામલતદાર કચેરીમાં પ્રવેશતા પહેલાં તમારે નાક દબાવીને પ્રવેશ કરવો.. એવો એક બોર્ડ મારવાની મામલતદારને અપીલ છે. કેમ કે હાલમાં શોચયાલમાં ગંદકીનો વાસ એટલો જોરદાર છે કે ખુબ મામલતદાર પણ એક 5 મિનીટ બેસીને કામ કરી બતાવે તો એ એવોર્ડનો હકદાર બને છે.

Decision News એ ગતરોજ ધરમપુર મામલતદારની કચેરીની લીધેલી મુલાકાતમાં સામે આવ્યું કે શોચયાલમાં ગંદકીનો વાસ એટલો જોરદાર છે કે ગ્રામીણ વિસ્તારોમાંથી પોતાની કામગીરીકરવા આવતા લોકો કેવી રીતે અંદર સમય પસાર કરતાં હશે એ તો એ જ જાણે.. મામલતદાર કે પ્રાંત પોતાની એ.સી વળી ઓફિસમાં મસ્ત માહોલમાં.. અને લોકો ગંદકી વાળી વાસમાં.. વાહ રે વાહ.. વહીવટીતંત્ર..

લોકોની આ હાલતના દ્રશ્યો જોઇને ધરમપુરના નેતાઓનું લોહી પણ કેમ ઉકળતું નથી એ સાલું સમજાતું નથી..! ક્યાં સુધી હજારો લોકો આ સમસ્યાને નજરઅંદાજ કરતુ રેહશે આ વહીવટીતંત્ર.. શું ધરમપુરમાં કોઈ નાગરિક કે નેતાની બોલવાની આ ગંધાતા શૌચાલય વિષે બોલવાની કે વહીવટીતંત્રના કહેવાતા શિક્ષિત અધિકારીઓને કહેવાની હિંમત નથી.. મોદી સાહેબ સ્વચ્છ ભારતનું સપનું જુએ છે તો ધરમપુર મામલતદાર કચેરી ગંદકીથી ખદબદતી અને વાસ મારતી કેમ ?  


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here