વલસાડ: વર્તમાન સમયમાં CNG કાર ખૂબ જ લોકપ્રિય છે. તેનાથી ઓછું પ્રદૂષણ થાય છે અને તેને ચલાવવાનો ખર્ચ પણ પેટ્રોલ- ડીઝલ કાર કરતા ઓછો છે. જો કે, તેમને ચલાવવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. જો અમુક વસ્તુઓનું ધ્યાન ન રાખવામાં આવે તો આ કાર આગના ગોળામાં ફેરવાઈ શકે છે. આવો જોઈએ સાવચેતીના પગલાં..

1. લો-ક્વોલિટી CNG નો ઉપયોગ
હંમેશા પ્રમાણિત CNG ફિલિંગ સ્ટેશન પરથી જ ગેસ ભરો.નકલી અથવા હલકી ગુણવત્તાવાળા ગેસનો ઉપયોગ કારના પરફોર્મસ બગાડી શકે છે અને આગનું જોખમ વધારી શકે છે.

2. લિકેજને અવગણવું
CNG ગેસની ટાંકી અને પાઈપલાઈનમાં કોઈ લીકેજ હોય તો તેને તાત્કાલિક રીપેર કરાવો. આગ લાગવાનું સૌથી મોટું કારણ ગેસ લીકેજ હોઈ શકે છે.

3. ઓવરફિલિંગથી બચો
ટેંકને તેની ક્ષમતા કરતા વધુ ન ભરો. ઓવરફિલિંગથી ગેસનું પ્રેશર વધી શકે છે, જેનાથી દુર્ઘટના થઈ શકે છે.

4. સર્વિસમાં બેદરકારી
નિયમિત રૂપથી CNG કિટ અને ગેસ પાઇપલાઇનની સર્વિસ કરાવો. ખરાબ મેન્ટેનન્સથી ગેસ લીકેજ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

5. આગ ઉત્પન્ન કરતા ઉપકરણ
CNG કારમાં કોઈ ઈલેક્ટ્રિક કે ધાતુના ઉપકરણનો ઉપયોગ કરવા સમયે સાવધાન રહો. તેનાથી આગ લાગી શકે છે, જે દુર્ઘટનાનું કારણ બની શકે છે.

6. અયોગ્ય ડ્રાઇવિંગ
CNG મોડમાં ડ્રાઇવિંગ કરતી વખતે વધુ RPM પર વાહન ચલાવવાનું ટાળો. વધુ ઝડપે એન્જિન વધુ ગરમ થઈ શકે છે, જેનાથી આગ લાગવાનું જોખમ વધી શકે છે.

7. અનધિકૃત કીટનો ઉપયોગ
CNG કારમાં અનધિકૃત સીએનજી કીટનો ઉપયોગ ન કરવો જોઈએ.

8. વેન્ટિલેશનનો અભાવ
કારમાં પર્યાપ્ત વેન્ટિલેશનનું ધ્યાન રાખો. બંધ જગ્યામાં ગેસ લીકેજને કારણે વિસ્ફોટનું જોખમ વધી જાય છે.

(CNG મેકેનિકલ કામગીરી કરનાર કારીગરના Decision News ને જણાવ્યા અનુસાર..)