વઘઇ: ડાંગના વઘઇ તાલુકામાં યોજાનાર માયાભાઇ આહીરનો લોક ડાયરો વિવાદમાં આવ્યો છે.બન્યું એમ કે માયાભાઇ આહીરે આ લોકડાયરને લઈને પોતાનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેમણે આદિવાસી બંધુની જગ્યાએ વનબધું કહ્યા છે જેને લઈને વલસાડ ડાંગ વિસ્તારમાં વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે.

Decision news ને મળેલી માહિતી મુજબ સોમવારે વઘઈ (કિલાદ) કેમ્પ સાઈટ પર થનાર લોક કાર્યક્રમની જાહેરાત કરતા વીડિયોમાં માયાભાઈ આહીર દ્વારા સ્થાનિક આદિવાસી સમાજના લોકો માટે વનવાસી શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. જેની સામે ભારત આદિવાસી સંવિધાન સેનાનાં કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અને જે બાબતે કલાકાર દ્વારા જાહેરમાં પોતાની ભૂલ સુધારી માફી માંગે તેવી માંગણી ડાંગ ઉઠવા પામી છે.

વનવાસી અને આદિવાસી બંને શબ્દોનો મતલબ અલગ છે.અને તેનું મહત્વ પણ અલગ છે. આદિવાસી સમુદાય દ્વારા વારંવાર અલગ અલગ આવા તત્વોએ હર હંમેશા કોઈપણ સમયમાં વનવાસી શબ્દનો ઉપયોગ ન કરવામાં આવે તે બાબત નો સખત વિરોધ કયી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here