ધરમપુર: આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા ધરમપુર ખાતે ભારતના ગૃહમંત્રી અમિત શાહના બાબા સાહેબ આંબેડકર માટેના વિવાદિત નિવેદન આપ્યાના વિરોધમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને ધરમપુર પ્રાંતને વલસાડ – ડાંગ- નવસારી સંગઠન મંત્રી કમલેશ પટેલ અને વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિત આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision news ને મળેલી માહિતી મુજબ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે દેશનો સામાન્ય જન પણ અતિ માન ધરાવે છે. સામાન્ય માનવી એમનું અપમાન કરવાનું સ્વપ્નેય વિચારી શકે નહિ. ત્યારે લોકશાહીના મંદિર એવા સંસદભવનમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા થોડા દિવસ પહેલા જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી એ ખુબ જ દુઃખદ અને ખેદજનક બાબત છે અને માફીને પાત્ર નથી. દેશના પ્રથમ કાયદામંત્રી અને તત્વચિંતક, ઇતિહાસકાર એવા બાબાસાહેબને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦ માં નવાજવામાં આવ્યા હતા. એવા મહાનાયક ડૉ.બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવા બદલ ગૃહ મંત્રી અમિત શાહ જાહેરમાં (સંસદમાં) માફી માગે અને રાજીનામું આપે એવી માંગ સાથે ધરમપુર પ્રાંતને આવેદનપત્ર અપાયું હતું.

આ પ્રસંગે કૌશિકભાઈ પી. ઝખીયા, જિલ્લા S.C. પ્રમૂખ હરીશ ડાહ્યાભાઈ ટંડેલ, વલસાડ શહેર પ્રમુખ, મહેશભાઈ શુક્કર્ભાઈ વાહુત, ધરમપુર તાલુકા મંત્રી, કૌશિક વિષ્ણુભાઈ પટેલ, વલસાડ તાલુકા S.T.  પ્રમુખ,વલસાડ, નવસારી, આહવા ડાંગ સંગઠન મંત્રી કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્રભાઈ  ગામીત, ધરમપુર શહેર પ્રમુખ સંદીપ પટેલ, ધરમપુર તાલુકા પ્રમુખ રાકેશભાઈ પટેલ, ધરમપુર શહેર પ્રભારી નિલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here