ધરમપુર: આજરોજ નાયબ કલેક્ટર સાહેબ શ્રી ધરમપુર ને કરંજવેરી ગામની જમીન શ્રીમદ્દ રાજચંદ્ર એજયુકેશન ટ્રસ્ટ, ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા બાબતે કરંજવેરી ગ્રામજનો એ સાથે મળીને ક્રાંતિકારી બિરસા મુંડાના હાર દ્વારા કરી અને ત્યારબાદ સંવિધાન રચયિતા ડૉ.બાબા સાહેબને હાર દ્વારા કરીને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામનો સમાવેશ સંવિધાનના અનુચ્છેદ -244 (1) અન્વયે બંધારણની અનુસૂચિ-5 માં સમાવેશ કરવામાં આવેલ છે. આ વિસ્તાર અનુસૂચિ-૫ મુજબ નો વિસ્તાર છે. અનુસૂચિ-૫ અન્વયે જે વિસ્તારનો સમાવેશ થયેલો હોય તેની હદમાં જમીનો, જંગલ અને જળ અંગે કોઈપણ નિર્ણય કરતા અગાઉ અમો ગ્રામજનો આદિવાસી સમુદાયના લોકોની સંમતિ કે પરવાનગી લેવી ફરજીયાત અને આવશ્યક છે. તેમ છતાં તા. 12/06/2024ના હુકમનં.સીબી/એલએનડી/કરંજવેરી(772)/વશી.867 -75/2024, ચિટનીસ શાખા, કલેક્ટર કચેરી વલસાડ તથા શાખા હુકમ નં. સીબી/ એલએનડી/ કરંજવેરી(898)વશી.876-84/2024ચિટનીસ શાખા, કલેક્ટર કચેરી વલસાડ થી ઇન્ચાર્જ કલેક્ટર વલસાડ એ. આર. જહા સાહેબે મોજે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોજે કરંજવેરી ગામના ખાતા નંબર. 425 ના જુના સર્વે નંબર. 383નવો સર્વે નંબર / બ્લોક નંબર 772/898 ક્ષેત્રફળ હે.2-35- 48 ચો.મી વાળી જમીન શ્રીમદ્દ રાજચંદ્ર એજયુકેશન ટ્રસ્ટ ધરમપુર ને રૂપિયા.3,10,24,490/- 2 માં વેચાણ કરી દીધેલ છે. અને બિનખેતી રૂપાંતરણ કર-પણ સ્વીકારી લીધેલ છે. જે તદ્દન ગેરકાયદેસરનું, બીનઅધિકૃત, અસંવૈધાનિક કુત્ય છે. જેથી અમો કરંજવેરી ગામના ગ્રામજનો જાણ થતા આ અસંવૈધાનિક કૃત્ય થી મેળવેલ જમીન વિરુદ્ધ ખુબ જ નારાજ છીએ. જેથી સદર હુકમ સૂઓમોટો રીવ્યુ કરીને તાત્કાલિક અસરથી રદ કરવા અમો ગ્રામજનોની માગ છે.

સદર જમીન કરંજવેરી ગામની હોય વર્ષોથી આ જમીન પર પશુધનને ચરાવવા માટે ગૌચર તરીકે ઉપયોગમાં લેતા આવેલા છીએ, અને ગ્રામ જનોના દેખરેખ હેઠળ અહીંયા ઘણા ખરા ઇમારતી, ફળાઉં તથા ઈતર ઝાડો ઉગાડવામાં આવ્યા હતા તે ઉપરાંત કાંયળા ઝાડી ઝાકરાં અને અન્ય વૃક્ષો મળી અંદાજિત ૫૦૦ કરતા વધારે નાના-મોટાં વૃક્ષો આ જમીન પર હાલમાં હયાત દેખાઈ આવેલ અને ૩૮ જેટલાં વૃક્ષો કોઈપણ પરવાનગી વગર અને ગામને જાણ કર્યા વિના હાલની સ્થિતીએ શ્રીમદ્ રાજચંદ્ર એજયુકેશન ટ્રસ્ટ વાળાઓ એ કપાવી નાખી વેચાણ પણ કરી દીધેલ છે. આ જમીનની પશ્ચિમ દિશામાં જમીન અડીને લોકમાતા માન નદી આવેલી છે. તદ્દઉપરાંત આ જમીનનો ઉપયોગ અમારા આદિવાસી સમાજના મરણ પામેલ બાળકોની દફનવિધિ માટે સ્મશાનભૂમિ તરીકે ઉપયોગ માં લેવામાં આવતી હતી, તે ઉપરાંત અહીંયા અમારા આદિવાસી સમાજના પરપારગત આદિકાળથી પૂજાતા દેવો બરમદેવ અને આદિવાસી લોકમાતા માવલીમાતાનું સ્થાનક અનાદિકાળથી હોય અમો ગામલોકો અહીંયા વર્ષોથી પરંપરાગત પૂજા અર્ચના કરતા આવેલા છે. આ દેવ સ્થાનકો અમારા માટે ખુબ જ પવિત્ર અને આસ્થાનો વિષય છે. અમારી જાણ બહાર સરકારે આ જમીન વેચાણ કરી દેતા અમારે આ બધી અમારી આસ્થા ના કેન્દ્ર એવા દેવોની સ્થાનક નજીક જવું મુશ્કેલ છે. આ વેચાણ થયેલી જમીન શ્રીમદ્દ રાજચંદ્ર એજયુકેશન ટ્રસ્ટ ધરમપુર અને સરકારી અધિકારીના મેળાપીપણામાં બીનઅધિકૃત રીતે સસ્તા માં જમીન પડાવી લઈને આદિવાસી સમાજના અધિકારોનું સંપૂર્ણ હનન કરી રહ્યા છે. આ અમારા કરંજવેરી ગામની સીરપડતર જમીનમાં પણ તમામ નિયમોને ઉલ્લંઘન કરી શ્રીમદ્દ રાજચંદ્ર એજયુકેશન ટ્રસ્ટને વેચાણ કરેલ છે. તે તમામ વેચાણ અને હુકમો તાત્કાલિક ધોરણે રદ કરી સદરહુ સર્વે નંબરવાળી જગ્યા મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરવા અમારી માંગ કરવામાં આવી અને આ માંગ દિન – 7માં સ્વીકારવામાં નહિ આવે તો કરંજવેરી ગામના ગ્રામજનોઆ અધિકારોની લડાઈ માટે સત્યાગ્રહ કરશે. તે માટે તંત્ર સંપૂર્ણ જવાબદાર રહશે ની વાત કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here