તાપી: ઉકાઈ ડેમ નો પ્રોજેક્ટ જ્યારે શરૂ કરવામાં આવે તે સમયે ત્યાં વસતા આદિવાસીઓને વિસ્થાપિત કરી અને બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સ્થળાંતરિત થયેલા લોકો પોતાના અનેક સ્થાનોમાં વસી ગયા જેમાંથી ઘણા લોકો અમરપાડા વિસ્તારમાં આવીને વસ્યા હતા. ઉમરપાડા તાલુકામાં વસેલા લોકો પોતાના ખેતરો સરકાર દ્વારા આપેલા ખેતરો તેમજ અન્ય ખેતરોમાં ખેતી કરતા અને પોતાનું જીવન ચલાવતા હતા.

Decision news ને મળેલી માહિતી અનુસાર તેમના ખેતરોમાં રહેલા પાકને હાલમાં ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા ઉખાડી નાખી તેમાં ખેડાણ કરતા અને જીસીબી દ્વારા ઉખાડી નાખી અને ખાડા ખોદીને પાકને નુકસાન કરી તેમનું જીવન અધૂરું બનાવી દીધું છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના આગેવાન એવા સ્નેહલભાઈ વસાવા ગણતરીના કલાકોમાં ત્યાં જઈને લોકોની મુલાકાત લઈ સમગ્ર ઘટનાને જાણી હતી અને  સરકાર સામે પડકારરૂપ ઊભા થઈને ખેડૂતો માટે હાલ લડતમાં આગળ વધતા જોવા મળી રહ્યા છે સમગ્ર ઘટના હજુ ઉમરપાડા વિસ્તારમાં બની છે જેની હાલ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યા બાદ કરવામાં આવી રહી છે આગળની માહિતી માટે આપણે જોડાઈ રહેશું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here