સુબીર: આજરોજ ડાંગ સુબીર તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારી અને લોકોનું આર્થિક શોષણ કરતો તાલુકા વિકાસ અધિકારી TDO મહેન્દ્ર હાથીવાલા ચેમ્બરમાં 6 હજાર રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ આ કામના ફરીયાદી નાઓએ ૧૫માં નાણાપંચ વર્ષ-૨૦૨૩-૨૪ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, સુબીર નાઓ તરફથી મંજુર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરેલ હોય જે કરેલ કામગીરીના બનાવેલ એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારી, સુબીર નાઓની સહી લેવાની હોય અને આ કામના આરોપીનાઓ તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા હોય તેઓએ સદર એમ.બી. બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂા.6,000/- ની લાંચની માંગણી કરી હતી.

લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂા.6,000/- ની લાંચ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here