કપરાડા: આજરોજ કપરાડાના અંધારપાડા ગામમાં વહેલી સવારે એક માટી ભરેલ ટ્રક અને બાઈકનું અકસ્માત થયાનું સામે આવ્યું છે જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીજપતા ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના અંધારપાડા ગામમાં વહેલી સવારે એક માટી ભરેલ GJ-15-AV-7341 નંબરની ટ્રક અને GJ-15-O-K0991 નંબરની બાઈકનું અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક સંદીપ લખામાં બીજ નામના યુવાનનું ઘટના સ્થળે પર જ મોત થઇ ગયું હતું. જેના લીધે માહોલ ગરમાયો હતો અને લોકોએ ટ્રક ડ્રાઈવરને બરાબરનો ઠંડીમાં મેથીપાક આપ્યો હતો.

આ અકસ્માતની ઘટનાની માહિતી મળતાં જ પોલીસનો કાફલો આવી ગયો હતો અને મામલો ઉગ્ર બને તે પહેલાં જ સંભાળી લેવામાં આવ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ બેફામ માટી માફિયાઓ ક્યાં સુધી નિર્દોષ યુવાનોનો જીવ લેતા રહેશે અને પોલીસ ક્યાં સુધી હાથ પર હાથ ધરીને બેસી રેહશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here