વલસાડ: આદિવાસી વિસ્તારોમાં સરપંચ પતિ દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવે છે એવું તો જાણવા મળ્યું હતું પણ વલસાડ તાલુકામાં કચી ગામના સરપંચ પતિ પ્રકાશ ઠાકોર દ્વારા એક ગરીબ યુવાનને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News સાથે વાત કરતા કલ્પેશ પટેલ જણાવે છે કે વલસાડ તાલુકાના કચી ગામનો સરપંચ હેતલ બેનના પતિ પ્રકાશભાઇ ઠાકોર અને નવેરાના વિજયએ સરકારી જગ્યામાં રહેતા આદિવાસી પરિવારને ઘર ખાલી કરાવવાને લઈને માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી. જેનો વિડીયો એ યુવાન દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયો હતો.
વધુમાં તેઓ જણાવે છે કે આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની ગુંડાગીરી અમે ચલાવી લેવાના નથી. કાયદો વ્યવસ્થા જેવું કઈ છે કે નહિ.. પોલીસ પણ આ મુદ્દે કડક પગલાં ભારે એ માટે અમે સવારે પ્રકાશ ઠાકોર પર એટ્રોસિટીની ફરિયાદ કરવાના છે. શું ભાજપમાં હોય એટલે એમને કોઈ આદિવાસીને મારવાનું લાઈસન્સ મળી જાય છે. અમે આ પ્રકાશ પટેલને છોડવાના નથી.