ડેડિયાપાડા: આજે ફરી એકવાર ગુજરાત સરકારની તાનાશાહી સામે આવી છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે નવાગામ(દેડી) કરી અટકાયત છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર જેના કારણે સ્થાનિક લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યું હતું. અને આ બાબતે જ તેમના પર કેસ થયો અને તેઓ પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા અને અધવચ્ચે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી હતી. હાલ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ભાજપ વિરુદ્ધ અને પોલીસની કામગીરી વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. ગઈકાલ રાત્રેથી જ ધારાસભ્ય ચૈતર વસાવાના ઘરે પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ કહી શકીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here