ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી તેમાં કહ્યું કે રાજ્યમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ એનું કારણ એ છે કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં ઇગ્લિશ દારૂ તો ખરો જ પણ છેલ્લે દારૂની પોટલીઓ નહીં મળતી હોય.
Decision News ને મળેલી જાણકારી મુજબ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં દારૂબંધી નથી. ગુજરાતના નજીકના રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે એટલે ગુજરાતમાં દારૂ બંધી જેવું કશું જ નથી. ગુજરાતમાં દરેક ખૂણામાં આસાનીથી દારૂ મળી રહ્યો છે. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યાં છે.
લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટી વાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિધાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ. ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ.