ધરમપુર: આજરોજ નાની ઢોલડુંગરી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્ર એ માલિકીની જગ્યામાં ખોટી રીતે સરકારી શીર પડતર તરીકેનો ઉલ્લેખ કરી દીધી હોય જે બાબતે આપેલ નોટિસનો વાંધો રજૂ કરવામાં આવ્યો અને જ્યાં સરકારી પી.એસ.સી બની રહ્યું હોય એનો કોઈને પણ વાંધો નથી પરંતુ બાકીની જે જગ્યા ખેડૂતોની છે એ ખેડૂતોને પરત આપવા માટેની રજૂઆત કરવામાં આવી.
Decision news ને મળેલી માહિતી મુજબ નાનીઢોલ ડુંગરી ગામે આવેલ ખેડૂતની જગ્યાનો જુનો સર્વે નંબર 184 જેમાં 22 જેટલા ભાગીદારોના નામ હોય 7/12 ની નકલમાં અને હાલે વહીવટી તંત્ર દ્વારા આખે આખો સર્વે નંબરને નવો સર્વે નંબર 153 સરકારી સીલ પડતર કરી દેવામાં આવ્યો છે એ કેટલું યોગ્ય સામાન્ય જાતિનો દાખલો કાઢવાનો હોય ત્યારે પણ ત્રણ પેઢીના પુરાવા માંગવામાં આવે છે ખેડૂત જ્યારે નવું મીટરનું કનેક્શન લેવા જાય છે ત્યારે પણ 7/12 માં રહેલ તમામ ખેડૂત ખાતેદારોનું સંમતિ પત્ર માંગવામાં આવે છે પરંતુ આ જગ્યામાં હાલે પી.એચ.સી.બની રહ્યું હોય અને એ પી એચ સી નો 22 ખાતેદારોને કોઈ પણ વાંધો નથી પરંતુ એ જે પીએચસી સિવાયની બાકીની જગ્યા છે જે માલિકીની છે એ જગ્યા માં કોઈ એક વ્યક્તિની સંમતિ લઇને આખી જગ્યા લઈ લેવામાં આવે છે
આ ઉપરાંત બાકીના 21 જણની એકની પણ સંમતિ લેવામાં આવતી નથી જેથી એ ખેડૂતોની પરમિશન વગર જગ્યા લઇ લેવામાં આવી છે જે પરત ખેડૂતોને આપી દેવા માટેની માંગણી કરવામાં આવી અને જ્યાં સુધી આ બાબત નો નિકાલ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા એક પણ ખેડૂત ખાતેદારને હેરાન ન કરવામાં આવેની વાત કરવામાં આવી હતી.